નવેમ્બરમાં ધૂમ મચાવવા આવી રહી છે આ કાર્સ, ગ્રાહકોને મળશે એક-એકથી ચઢિયાતા ઓપ્શન

November Car Launching: નવેમ્બર મહિનો ભારતીયો માટે ખૂબ જ ખાસ હોય છે, જોકે આ મહિનામાં આવી કાર્સ માર્કેટમાં લૉન્ચ થવાની છે જે માર્કેટમાં ગરમી વધારશે, જો તમે પણ સારી કાર ખરીદવા માંગતા હોવ તો તમારે આ ઓપ્શંસ પર જરૂર નજર નાખવી જોઇએ... 

1/5
image

Fourth-gen Skoda Superb: Skoda એ થોડા સમય પહેલા ભારતીય બજારમાં Superb ને બંધ કરી દીધી હતી. હવે તે પરત ફરવાની છે. તાજેતરમાં કંપનીએ 2024 Superb ની ડિઝાઇન સ્કેચ જાહેર કર્યા છે. તેને 2 નવેમ્બરે ગ્લોબલ લેવલ પર રજૂ કરવામાં આવી શકે છે. પરંતુ, તે આવતા વર્ષે ભારતમાં લાવી શકાય છે.

2/5
image

5-door Force Gurkha: 5 ડોર Force Gurkha ની તસવીરો ઘણી વખત ઓનલાઈન સામે આવી છે. ઑફ-રોડર પ્રોડક્શન માટે તૈયાર છે. Force આ નવેમ્બરમાં  Maruti Jimny અને Mahindra Thar સામે લોન્ચ કરે તેવી અપેક્ષા છે. તેની કિંમત 16 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થઈ શકે છે.

3/5
image

Mercedes-AMG C43: અપડેટેડ GLE સાથે, મર્સિડીઝ 2જી નવેમ્બરે C43 AMG પણ લોન્ચ કરશે. સ્પોર્ટી પરફોર્મન્સ સેડાનમાં 2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન હોઈ શકે છે, જે તેની પાછલી પેઢીમાં મળેલા 3-લિટર એન્જિન કરતાં વધુ શક્તિશાળી હશે. C43 AMGની કિંમત 85 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થવાની ધારણા છે.

4/5

5/5
image

Mercedes-Benz GLE Facelift: ફેસલિફ્ટેડ Mercedes-Benz GLE આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં લૉન્ચ કરવામાં આવી હતી અને તે 2 નવેમ્બરે ભારતમાં લૉન્ચ થવાની છે. અપડેટેડ એસયુવીમાં નાના કોસ્મેટિક ફેરફારો અને ફીચર્સ મળશે. આમાં, ભારત-સ્પેક મોડલને 2-લિટર અને 3-લિટર ડીઝલ એન્જિન વિકલ્પો મળવાની સંભાવના છે. તેની કિંમત 93 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થવાની ધારણા છે.