Covid-19: કોરોનાકાળમાં બાળકોને સ્કૂલ મોકલવા કેટલા સુરક્ષિત? એમ્સ ડાયરેક્ટરે આપ્યો આ જવાબ
દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધવાનું શરૂ થઇ ગયું છે. એવામાં ઘણા રાજ્યોએ સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલ ખોલવાના નિર્ણય બાદ વાલીઓના મનમાં ઘણા પ્રકારની શંકાઓ છે.
નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધવાનું શરૂ થઇ ગયું છે. એવામાં ઘણા રાજ્યોએ સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે. સ્કૂલ ખોલવાના નિર્ણય બાદ વાલીઓના મનમાં ઘણા પ્રકારની શંકાઓ છે. ઘણા વાલીઓ સ્કૂલ ખોલવાના પક્ષમાં છે, તો બીજી તરફ આ નિર્ણયની વિરૂદ્ધ છે. આ સંબંધમાં દેશ દિલ્હી એમ્સના ડાયરેક્ટર ( AIIMS Director) ડો. રણદીપ ગુલેરિયાએ લોકોની ચિંતાઓને ઓછી કરવાનો પ્રયત્ન કર્યો અને તેમના મનમાં ચાલી રહેલા પ્રશ્નોના જવાબ આપ્યા છે.
ડો. ગુલેરિયાએ આપ્યા આ 5 જવાબ
1. પ્રશ્ન: દેશમાં અત્યારે પણ કોરોના કેસ અટકી રહ્યા નથી અને ઘણા રાજ્ય સ્કૂલ ખોલી રહ્યા છે, આ વિશે તમે શું કહેશો?
જવાબ: મારું માનવું છે કે જે જિલ્લામાં કોરોનાના કેસ છે અને જ્યાં સંક્રમણ દર પણ ઓછો છે, ત્યાં કોવિડ પ્રોટોકોલ સાથે સ્કૂલોને ખોલવાની અનુમતિ આપવી જોઇએ. સ્કૂલોને 50 ટકા ઉપસ્થિતિ સાથે અલગ-અલગ શિફ્ટમાં શરૂ કરવામાં આવી શકે છે. સ્કૂલ સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવા સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે બાળકોને બોલાવી શકે છે. સ્કૂલોમાં બાળકો દેખરેખ રાખવી પડશે.
2. પ્રશ્ન: જ્યારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં સ્કૂલ ખોલવી કેટલી યોગ્ય?
જવાબ: ત્રીજી લહેરની ચપેટમાં બાળકો આવવાની વાત એટલા માટે કહેવામાં આવી રહી હતી, કારણ કે અત્યાર સુધી બાળકોનું વેક્સીનેશન થઇ શક્યું નથી. જો અમે ભારત, યૂરોપ અને બ્રિટનમાં બીજી લહેરના આંકડા પર નજર કરી તો આપણે ખૂબ જ ઓછા બાળકો વાયરસના શિકાર થયા હતા. ભારતમાં પણ કોરોના વાયરસથી ઓછા બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. આ ઉપરાંત આઇસીએમઆર સીરો સર્વેના આંકડા કહે છે કે લગભગ 55 ટકા બાળકોમાં પહેલાંથી જ વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડી વિકસિત થઇ ચૂકી છે. એવામાં કોવિડ પ્રોટોકોલ તથા દેખરેખ સાથે સ્કૂલ ખોલવામાં આવી શકે છે.
Government revises NLEM: સુગર-કેન્સર જેવી 39 બિમારીઓની દવાઓ થઇ સસ્તી
3. પ્રશ્ન: ખૂબ મોટી સંખ્યામાં વાલીઓએ વેક્સીન લગાવ્યા વિના બાળકોને સ્કૂલ મોકલવા પર વિરોધ વ્યક્ત કર્યો છે, તેના પર તમારી શું પ્રતિક્રિયા છે?
જવાબ: તમામ બાળકોનું રસીકરણ કરવામાં ખૂબ સમય લાગશે અને એવામાં તો આગામી વર્ષ બાદ જ સ્કૂલ ખોલી શકાશે. ત્યારબાદ વાયરસના નવા વેરિએન્ટનો ખતરો પણ રહેશે. એવી ચિંતાઓ વચ્ચે તો આપણે સ્કૂલો ખોલી જ શકીશું નહી. જ્યાં ઓછા કેસ આવી રહ્યા છે ત્યાં સ્કૂલ ખોલી શકીએ છીએ. જેમકે દિલ્હી 100ની આસપાસ કેસ આવી રહ્યા છે, તો સાવધાની અને કોવિડ નિયમોના પાલન સાથે સ્કૂલ ખોલવામાં આવી શકે છે. કેરલમાં કેસ વધુ છે તો ત્યાં અત્યારે સ્કૂલ ખોલવી યોગ્ય નથી.
OMG! ડોક્ટરે 7 કલાકમાં કરી નાખી 101 મહિલાઓની નસબંધી, સરકારે આપ્યા તપાસના આદેશ
4. પ્રશ્ન: સ્કૂલોમાં કયા પ્રકારની સાવધાનીની જરૂર છે. તમારી સ્કૂલોને શું સલાહ છે?
જવાબ: સ્કૂલોમાં ક્લાસ રૂમના અભ્યાસથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. સ્કૂલોમાં બાળકો ટીચર્સ અને મિત્રો સાથે સમય વિતાવે છે અને ઘણુ બધુ શીખે છે. સ્કૂલોમાં સાવધાની વર્તવામાં આવે. સ્કૂલોને કોરોના ગાઇડલાઇનના પાલનમાં કોઇ કસર છોડવી જોઇએ નહી. સ્કૂલ વહિવટીતંત્રને સ્કૂલમાં થનાર પ્રાર્થના જેવા પ્રોગ્રામના સમયે ભેગા થવાનું ટાળવું જોઇએ.
5. પ્રશ્ન: મોટી સંખ્યામાં બાળકોને સ્કૂલ મોકલવામાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, તેના પર તમે શું કહેશો?
જવાબ: વાલીઓને વિશ્વાસ અપાવવો પડશે કે અમે પુરી તૈયારી કરી રહ્યા છીએ. શરૂઆતમાં થોડો સમય સ્કૂલોમાં બાળકો ઓછી સંખ્યામાં આવશે, પરંતુ ધીમે ધીમે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલમાં મોકલવાનું શરૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube