Government revises NLEM: સુગર-કેન્સર જેવી 39 બિમારીઓની દવાઓ થઇ સસ્તી

કેંદ્ર સરકારે જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM) માં ફેરફાર કરતાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી 39 દવાઓની કિંમતમાં ઘટાડો કરી દીધો છે. તેમાં એન્ટી-કેન્સર, એન્ટી-ડાયાબિટીઝ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીરેટ્રોવાયરલ, એન્ટી-ટીબી દવાઓની સાથે-સાથે તે દવાઓ પણ સામેલ છે. 

Government revises NLEM: સુગર-કેન્સર જેવી 39 બિમારીઓની દવાઓ થઇ સસ્તી

નવી દિલ્હી: કેંદ્ર સરકારે જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM) માં ફેરફાર કરતાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી 39 દવાઓની કિંમતમાં ઘટાડો કરી દીધો છે. તેમાં એન્ટી-કેન્સર, એન્ટી-ડાયાબિટીઝ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીરેટ્રોવાયરલ, એન્ટી-ટીબી દવાઓની સાથે-સાથે તે દવાઓ પણ સામેલ છે જે કોવિડ (Corona) ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 

શુગરની દવા થઇ સસ્તી
NLEM લિસ્ટ પર કામ કરી રહેલા વિશેષજ્ઞોએ 16 ઓડ દવાઓની યાદીમાંથી હટાવી દીધું છે. ICMR દવાઓની કિંમત પર નિયંત્રણ વધારવા માટે લાંબા સમયથે કામ કરે રહી છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ, જેમને Price Range હેઠળ લાવવામાં આવી હતી, તેમાં ટેનેલિગ્લિપ્ટિન, શુગરની દવા, (Sugar Medicine), લોકપ્રિય એંટી-ટીબી દવાઓ,  આઇવરમેક્ટિન કોવિડની સારવારમાં ઉપયોગમાં લેવાતી, રોતાવાયરસ વેક્સીન, અન્ય સામેલ છે.

ICMR મહાનિર્દેશકની અધ્યક્ષતામાં બેઠક
સરકારે NLEM સંશોધન માટે એક અભ્યાસ શરૂ કર્યો હતો, જેને 2015 માં અધિસૂચિત કરવામાં આવ્યો હતો અને 2016માં લાગૂ કરવામાં આવ્યો હતો. દવાઓ પર સ્થાયી રાષ્ટ્રીય સમિતિને આ યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું કઇ દવાઓ પર્યાપ્ત સંખ્યામાં વધુ સુનિશ્વિત માત્રામાં ઉપલબ્ધ હોવી જોઇએ. હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં સચિવ અને ICMR મહાનિર્દેશક બલરામ ભાર્ગવ (Balaram Bhargava) ની અધ્યક્ષતાવાળી સમિતિ, નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ, સ્વાસ્થ્ય સચિવ અને ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવની એક બીજે સમિતિને યાદી મોકલે છે, જે તે નક્કી કરે છે કે કઇ દવાઓ છે. મૂલ્ય સીમાના અંતગર્ત રાખવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news