ચૂંટણીમાં નાણાના દૂરપયોગ પર નજર રાખવા કમિટિની રચના, રાકેશ અસ્થાના પણ સામેલ
ચૂંટણી પંચની કમિટિના પસંદગી કરેલા સભ્યોને સોમવારે પત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચની કમિટિની પહેલી બેઠક 15 માર્ચ સાંજે 4 વાગે થશે. આ બેઠકમાં ચૂંટણી પંચની કમિટિના બધા સભ્યો સામેલ થશે.
નવી દિલ્હી: 11 એપ્રિલથી પ્રસ્તાવિત લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. ચૂંટણીમાં રાજકીય દળ અને ઉમેદવારો તરફથી નાણાનો દૂરપયોગ રોકવા માટે પંચે મોટી કમિટિની રચના કરી છે. જેમાં સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડિરેકટર અને હાલના સમય નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (બીસીએએસ)ના પ્રમુખ રાકેશ અસ્થાના પણ આમંતિત્ર સભ્ય તરીકે સામેલ છે.
વધુમાં વાંચો: ગાડીઓથી વધારે પ્રદુષણ થઇ રહ્યું છે, પરંતુ લોકો ફટાકડા પાછળ પડ્યા છે: સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચની કમિટિના પસંદગી કરેલા સભ્યોને સોમવારે પત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચની કમિટિની પહેલી બેઠક 15 માર્ચ સાંજે 4 વાગે થશે. આ બેઠકમાં ચૂંટણી પંચની કમિટિના બધા સભ્યો સામેલ થશે. ચૂંટણી પંચ તરફથી મુખ્યુ ચૂંટણી કમિશનર, બંને ચૂંટણી કમિશનર અને બાકી બધા વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે.
મેનકા ગાંધી લડી શકે છે કરનાલથી ચૂંટણી, પીલીભીતથી ઉતરશે વરૂણ ગાંધી
લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ રચના કરવામાં આવેલી કમિટિમાં નાણાકીય એજન્સીના પ્રમુખ સામેલ છે. કમિટિમાં સીબીડીટીના ચેરમેન, કેન્દ્રીય અપ્રત્યક્ષ ટેક્સ બોર્ડના ચેરમેન, અમલીકરણ નિદેશક નિયામક, કેન્દ્રીય આર્થિક તપાસ બ્યુરોના નિયામક, ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટના વડા પણ સામેલ છે.
વધુમાં વાંચો: મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરાવા ઇચ્છતા હતા, અમારી સરકાર પણ આ માર્ગ પર ચાલે છે: પીએમ મોદી
કમિટિમાં આમંત્રિત સભ્યના રૂપમાં બીએસએફના ડિરેક્ટર જનરલ, સીઆરપીએફના ડિરેક્ટર જનરલ, સીઆઈએસએફના ડિરેક્ટર જનરલ, સશસ્ત્ર દળોના ડિરેક્ટર જનરલ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડિરેક્ટર જનરલ, આરપીએફના ડિરેક્ટર જનરલ અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના પણ સામેલ થશે.