Education Loan Tips: કેવી રીતે પૂરું થશે વિદેશમાં ભણવાનું સપનું? આ રીતે કરો પ્લાનિંગ તો એજ્યુકેશન લોનનું નો ટેન્શન
Education Loan Tips: વિદેશ જઈને અભ્યાસ કરનારાઓનો આંકડો વધી રહ્યો છે. ફક્ત વર્ષ 2022માં જ લગભગ 7.5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે ગયા છે. જેમાં કેનેડા, યુએસ, યુકે અભ્યાસ માટે ટોપ ડેસ્ટિનેશનમાં સામેલ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જો તમે પણ તમારા બાળકોને બહાર અભ્યાસ માટે મોકલવા માંગતા હોવ તો તમારે તેના માટે કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ.
Education Loan Tips: વિદેશ જઈને અભ્યાસ કરનારાઓનો આંકડો વધી રહ્યો છે. ફક્ત વર્ષ 2022માં જ લગભગ 7.5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે ગયા છે. જેમાં કેનેડા, યુએસ, યુકે અભ્યાસ માટે ટોપ ડેસ્ટિનેશનમાં સામેલ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જો તમે પણ તમારા બાળકોને બહાર અભ્યાસ માટે મોકલવા માંગતા હોવ તો તમારે તેના માટે કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ. એજ્યુકેશન લોન કઈ રીતે લઈ શકો, કેવી રીતે તમે તમારા બાળક માટે યોગ્ય એજ્યુકેશન લોનની પસંદગી કરી શકો? આ કેટલાક એવા સવાલો છે જેના જવાબ અમે તમને સમજાવવાની કોશિશ કરીશું. જો તમારે તમારા બાળકને ભણવા માટે દેશ બહાર મોકલવો હોય તો તમારે કેવી રીતે પૈસાની તૈયારી કરવી જોઈએ તેનો જવાબ આપશે લોનટેપના સીઈઓ સત્યમકુમાર અને હમ ફૌજી ઈનિશિએટિવના સીઈઓ સંજીવ ગોવિલા (અહેવાલ સાભાર સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ)
વિદેશમાં ભણવાનો ખર્ચ
કેનેડામાં અભ્યાસનો ખર્ચ વાર્ષિક 20 લાખ રૂપિયા સુધી
US,UK માં કોર્સનો અભ્યાસ કરવાનો ખર્ચ વાર્ષિક 30-40 લાખ રૂપિયા સુધી.
ઓસ્ટ્રેલિયામાં લગભગ 11-25 લાખ રૂપિયા સુધી વાર્ષિક ખર્ચ
એજ્યુકેશન લોન
એજ્યુકેશન લોન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
ગત 10 વર્ષમાં આ આંકડો 215 ટકા વધ્યો
2012-2022 સુધીમાં 4.61 લાખ વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી.
એજ્યુકેશન લોનમાં શું કવર
- શાળા, કોલેજ અને હોસ્ટેલની ફી
- લાઈબ્રેરી અને લેબોરેટરી ની ફી
- પુસ્તકો, લેપટોપ, ઈક્વિપમેન્ટનો ખર્ચો
- વિદેશમાં અભ્યાસ માટે મુસાફરીનો ખર્ચ
- સ્ટડી ટુર, પ્રોજેક્ટ વર્ક, થીસિસનો ખર્સ
કેવી રીતે મળશે એજ્યુકેશન લોન?
- લોન માટે કો-એપ્લિકન્ટ જરૂરી
- માતા પિતા, ભાઈ બહેન, પતિ અને પત્ની હોઈ શકે છે કો એપ્લિકન્ટ
- પ્રતિષ્ઠિત સંસ્થાનથી અભ્યાસ માટે લોન સરળતાથી મળી શકે છે.
- બેંકના વ્યાજ દર જુઓ, પ્રોસેસિંગ ફીની જાણકારી લો.
- શોર્ટ ટર્મ કોર્સ માટે એજ્યુકેશન લોન મળતી નથી.
એજ્યુકેશન લોન સ્કીમ
SBI Global Ed-Vantage Scheme
Baroda Scholar Scheme
PNB Udaan Scheme
Canara Bank-IBA Model Loan
બાળકોના અભ્યાસનું પ્લાનિંગ- કેવી રીતે રોકાણ કરવું?
બાળક નાનું હોય ત્યારે જ તેના ઉચ્ચ શિક્ષણ માટે પ્લાનિંગ કરી લેવું.
બાળકના અભ્યાસને એક SIP સાથે જોડો.
ફિક્સ્ડ ઈન્કમ સ્કીમ જેમ કે SSY,PPF પણ કામ આવી શકે છે.
વિદેશમાં અભ્યાસ માટે પૈસાના પ્લાનિંગની ટીપ્સ
- વિદેશમાં ખર્ચાનું બજેટ બનાવો
- મેડિકલ ઈન્શ્યુરન્સ જરૂર લો
- સ્ટુડન્ટ ટ્રાવેલ પાસનો ઉપયોગ કરો.
- કેશની જગ્યાએ કાર્ડથી ખરીદી કરો.
- ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બિલ સમયસર ભરો
- પ્રી પેઈડ ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરો.
એજ્યુકેશનલોન પર ટેક્સનો ફાયદો
- 80 જી હેઠળ ટેક્સ બેનિફિટ
- લોન રિપેમેન્ટ પર ટેક્સ છૂટનો ફાયદો 8 વર્ષ સુધી
- અનેક વર્ષો સુધી વ્યાજ એક વર્ષમાં ભરો તો તે વર્ષે ટેક્સ છૂટ
એજ્યુકેશન લોન સ્પેશિયલ ન વ્યાજ અને પ્રોસેસિંગ ફી
- એજ્યુકેશન લોન પર વ્યાજ દર 8.3 ટકથી 15 ટકા વચ્ચે
- છોકરીઓ માટે લોન પર વ્યાજમાં વધારાની છૂટ
- કેટલીક બેંક સમયસર લોન ભરવા પર વધારે છૂટ આપે છે
એજ્યુકેશન લોન માટે સ્માર્ટ ટિપ્સ
- અભ્યાસ પર કુલ ખર્ચનું આંકલન કરો
- એલિજિબિલિટી ક્રાઈટેરિયા સમજો
- બધા દસ્તાવેજો તૈયાર રાખો
- લોનમાં શું શું કવર છે તે જાણકારી રાખો
- લોન લેતા પહેલા તુલના જરૂર કરો
- બેંક અને યુનિવર્સિટીના ટાઈઅપ અંગે જાણકારી મેળવો
- લોન ના રિપેમેન્ટની સ્ટ્રેટેજી બનાવો
- દરોમાં વધારાનો બોજ ઓછો કરવા માટે વધારાની રકમ રાખો
- અભ્યાસ સાથે પાર્ટ ટાઈમ નોકરી કરો
વિદેશમાં અભ્યાસનું રોકાણ- 10 વર્ષનો લક્ષ્યાંક
Axis Midcap Fund
SBI Midcap Fund
PGIM Flexicap Fund
વિદેશમાં અભ્યાસનું રોકાણ- 7-10 વર્ષનો લક્ષ્યાંક
SBI Large & Midcap Fund
Mirae Asset Emer. Bluechip Fund
Kotak Equity Opp. Fund
વિદેશમાં અભ્યાસનું રોકાણ- 5-7 વર્ષનો લક્ષ્યાંક
Parag Parikh Flexicap Fund
ICICI Bluechip Fund
HDFC Index S&P BSE Sensex Fund
વિદેશમાં અભ્યાસનું રોકાણ- 3-5 વર્ષનો લક્ષ્યાંક
Edelweiss BAF
ICICI BAF
Kotak Equity Savings Fund
વધારાની માહિતી.....
લોન કોને મળી શકે
લોન માટેની શરતો પુરી કરનાર કોઈ પણ વ્યક્તિને લોન મળી શકે છે. ૧૮ થી ૫૦ વર્ષ સુધીનાને લોન મળે છે. એના માટે કોઈ વય મર્યાદા નથી. દેશમાં અને વિદેશમાં બંને જગ્યાએ ભણવા માટે લોન મળતી હોય છે.
કેનેડા જઈને કઈ રીતે ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ? જાણો કોણે અને કઈ રીતે કર્યું આ ફ્રોડ
NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી, જાણો શું છે ભાવ?
હાથ બાંધેલા, શરીર પર લેડીઝ અંડરગાર્મેન્ટ્સ..બેંક મેનેજરના 'આપઘાત'ની ઘટનાથી હડકંપ
લોન કેટલી મળે
લોન માટેની રકમ ઉચ્ચ અભ્યાસ ક્યાં કરવા માગો છો એના પર આધારીત હોય છે અને લોન મળે છે. 80% થી 95% સુધી બેંકો લોન આપે છે.
ફોરેન સ્ટડીઝ માટે 85% અને ડોમેસ્ટિક સ્ટડીઝ માટે 90% લોન મળે છે. અગર આપ ફોરેનમાં સ્ટડી કરવા માગો છો તો અમુક બેંકો આપને કોએજની ફીસ, જી આઈ સી, પ્રવાસ ખર્ચ વિગેરે ગણીને એના નિર્ધારિત ટકાની લોન આપે છે.
ઈએમઆઈ ક્યારે સ્ટાર્ટ થાય
લોન મળ્યાના એક વર્ષ સુધી કોઈ ચુકવણી કરવાની નથી હોતી. એક વર્ષ બાદ ઈએમઆઈ શરુ થાય છે. સ્ટડી લોન 15 વર્ષ માટે મળે છે.
બેંક લોનનો વ્યાજ દર કેટલો હોય
વ્યાજ દર આમ તો અલગ, અલગ બેંકો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વ્યાજ દર 10% થી 10.5% સુધીનો હોય છે. ખાનગી બેંકોનો અલગ હોઈ શકે છે.
કોલેટરલ સિક્યોરિટી
કોઈ પણ બેન્ક લોન આપવા માટે સિક્યોરિટી માગે છે. આ અંગે તમે બેન્કના સંબંધિત અધિકારી પાસેથી માહિતી મેળવી શકો છો.
અત્રે જણાવવાનું કે અમુક રાજ્ય સરકારોએ પણ ફોરેન સ્ટડીઝ માટે લોન આપવાનું શરુ કર્યું છે. ગુજરાત સરકાર આપે છે. કલેક્ટર ઓફિસમાંથી તમને આ અંગે વિગતો મળી શકે છે તો તેના માટે તમારે ત્યાં રૂબરૂ મુલાકાત લઈને જાણકારી મેળવવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube