નવી દિલ્હી : ચૂંટણી પંચની તરફથી લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા પાસેથી સમર્થન માંગવાની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ સતત અનેક ટ્વીટ કરીને એકવાર ફરીથી મોદી સરકારને પસંદ કરવા માટેની અપીલ કરી. તેમણે ટ્વીટ કર્યું કે, બધાનો સાથ અને બધાનો વિકાસની નીતિ હેઠળ ચાલનારી એનડીએને તમારા આશિર્વાદની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ, હવે નહી થઇ શકે આ કામ ! શું છે આચાર સંહિતા


J&Kમાં નહીં યોજાય વિધાનસભા ચૂંટણી, ECએ આપ્યું બહુ મહત્વનું કારણ 

વડાપ્રધાન મોદીએ લોકોને મહત્તમ મતદાન કરવા માટેની અપીલ કરતા કહ્યું કે, લોકશાહીનો ઉત્સવ આવી રહ્યો છે. હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાનાં સક્રીય ભાગીદાર સાથે ચૂંટણીને મજબુત બનાવે. મને આ ચૂંટણીમાં ઐતિહાસિક મતદાનની આશા છે. વડાપ્રધઆન મોદીએ પહેલી વાર મતદાન કરનારા લોકોને કહ્યું કે, તેઓ રેકોર્ડ તોડ સંખ્યામાં મતદાન કરે. 


લોકસભા ચૂંટણી 2019: ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં યોજાશે ચૂંટણી

વડાપ્રધાન મોદીએ પોતાની સિદ્ધિઓ ગણાવતા ટ્વીટ કર્યું કે, પહેલીવાર દેશમાં 2.5 કરોડ પરિવારો સુધી વિજળીમળી છે. 7 કરોડ ઘર સુધી રાંધણ ગેસ મળ્યો છે. 1.5 કરોડ પરિવારોને પોતાનું ઘર મળ્યું છે. 


લોકસભા ચૂંટણી 2019ઃ દેશમાં આજથી આચાર સંહિતા લાગુ, 23 મેએ મળશે નવો નાથ

વડાપ્રધાન મોદીએ આયુષ્માન સ્કીમ સહિત અન્ય યોજનાઓનો ઉલ્લેખ કરતા લખ્યું કે, 50 કરોડ લોકો સુધી સ્વાસ્થયની સારી સુવિધાઓની પહોંચ 42 કરોડ અસંગઠીત ક્ષેત્રનાં વૃદ્ધ લોકોને વૃદ્ધાવસ્થા પેન્શન. 12 કરોડ ખેડૂતોને પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયાની સહાયતા જેવી યોજના. કરોડો પરિવારોને આવકવેરામાંથી મુક્તિ મળી.