J&Kમાં નહીં યોજાય વિધાનસભા ચૂંટણી, ECએ આપ્યું બહુ મહત્વનું કારણ
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ભંગ છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે
Trending Photos
મુંબઈ : લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીપંચે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું શેડ્યુલ પણ જાહેર કરી દીધું છે. આમાં આધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિસા અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીનો સમાવેશ થાય છે. જોકે સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં હાલમાં વિધાનસભા ચૂંટણી નહીં થઈ શકે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ભંગ છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. જોકે બાકીના રાજ્યોમાં પ્રવર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી મામલે પંચે કહ્યું છે કે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય સાથે આ વાતની ચર્ચા થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમિક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જમ્મુ-કાશ્મિરમાં હાલ ચૂંટણી યોજી શકાય એવું વાતાવરણ ન હોવાને કારણે રાજ્ય વિધાનસભાની ચૂંટણી ન કરવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. આ બાબતે ચૂંટણી પંચે રાજ્યના પક્ષો સાથે પણ ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું છે કે રાજ્યમાં હાલમાં વિધાનસભા ચૂંટણી નહીં યોજાય પણ બીજા ચાર રાજ્યોમાં લોકસભા ચૂંટણીની સાથેસાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. આ રાજ્યોમાં ઓડિસા, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ શામેલ છે.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી છેલ્લે 25 નવેમ્બર-20 ડિસેમ્બર, 2014ના સમયગાળામાં પાંચ તબક્કામાં સંપન્ન થઈ હતી. રાજ્યમાં વિધાનસભાની કુલ 87 સીટ છે જેમાં પીપલ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ 28, બીજેપીએ 25, નેશનલ કોન્ફરન્સે 15 અને કોંગ્રેસે 12 સીટ જીતી હતી. આ સિવાય અન્ય પક્ષોએ 7 સીટ જીતી હતી. બહુમતી માટે 44 સીટ જીતવી જરૂરી હોય છે. 19 જૂન, 2018 સુધી રાજ્યની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી રહી હતી હાલમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે