Exclusive: દિલ્હીને ભડકે બાળવા બંગાળી બોલતી 300 મહિલાઓને લવાઈ હતી, ઉમર ખાલિદે રચ્યું હતું ષડયંત્ર
નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણો પર મોટો ખુલાસો થયો છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હી (delhi riots) માં થયેલા રમખાણો પર મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસનો આ ખુલાસો દિલ્હી તોફાનોના સૌથી મોટા માસ્ટરમાઈન્ડ ઉમર ખાલિદ અને પથ્થરમારો કરનારી મહિલાઓ સંબંધિત છે.
Oxford-AstraZeneca કોરોના રસી પર સારા સમાચાર, કેટલી અસરકારક છે તે ખાસ જાણો
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે દિલ્હી તોફાનોમાં બંગાળી ભાષા બોલનારી લગભગ 300 મહિલાઓનો ઉપયોગ થયો હતો. બંગાળી બોલનારી આ મહિલાઓને દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારથી જાફરાબાદમાં Anti CAA પ્રદર્શન માટે બોલાવવામાં આવી હતી. આ મહિલાઓને બસનું ભાડું પણ આપવામાં આવ્યું હતું. આ ભાડું દિલ્હી તોફાનોનું પ્લાનિંગ કરનારી ગેંગે આપ્યું હતું.
દિલ્હી તોફાનો દરમિયાન બંગાળી બોલનારી આ મહિલાઓને 7 બસોમાં ભરીને જહાંગીરપુરીથી જાફરાબાદ લાવવામાં આવી હતી. દિલ્હી પોલીસની ચાર્જશીટ મુજબ 23 ફેબ્રુઆરીના રોજ પહેલા બસોથી શાહીન બાગમાં પ્રદર્શન સાઈટ પર લઈ જવાયા ત્યાં આ મહિલાઓને ખાવાનું પણ આપવામાં આવ્યું.
NCPના દિગ્ગજ નેતાએ કહ્યું- અમે BJP ને આપીશું સાથ...પણ સાથે મૂકી આ એક અનોખી શરત
ત્યારબાદ તેમને જાફરાબાદ પ્રદર્શન સાઈટ પર લઈ જવાઈ હતી. અત્રે જણાવવાનું કે આ મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓએ Anti CAA પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાંથી મોટાભાગની મહિલાઓ બુરખામાં હતી. આ મહિલાઓના ગ્રુપે દિલ્હી પોલીસના DCP અમિત શર્મા, ACP અનુજ અને હેડ કોન્સ્ટેબલ રતન લાલ ઉપર પણ હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે દિલ્હી પોલીસે હવે આ 300 મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓની ઓળખ કરી લીધી છે. પોલીસ તેમના વિરુદ્ધ જલદી મોટી કાર્યવાહી કરશે. દિલ્હી તોફાનો અને Anti CAA પ્રદર્શનનું આખું પ્લાનિંગ ઉમર ખાલિદ અને અન્ય લોકોએ કર્યું હતું. દિલ્હી તોફાનોમાં ઉમર ખાલિદ એક મોટા માસ્ટરમાઈન્ડ તરીકે કામ કરી રહ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube