NCPના દિગ્ગજ નેતાએ કહ્યું- અમે BJP ને આપીશું સાથ...પણ સાથે મૂકી આ એક અનોખી શરત
Trending Photos
મુંબઈ: એનસીપી (NCP) નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે જો બર્લિનની દીવાલ પાડી શકાય તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિલય કેમ નથઈ શકે? જો ભાજપના નેતૃત્વમાં આવું થતું હશે તો અમે ભાજપનો સાથ આપીશું.
દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર જવાબ
નવાબ મલિકે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે જે પ્રકારે કહ્યું કે એક સમય એવો આવશે જ્યારે કરાચી ભારતનો ભાગ હશે, તો અમે કહીએ છીએ કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિલય થવો જોઈએ. તેમણે કહ્યું કે જો બર્લિનની દીવાલ પાડી શકાતી હોય તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક સાથે કેમ ન આવી શકે?
ભાજપનો સાથ આપીશું-મલિક
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જો ભાજપ આ ત્રણ દેશોનો વિલય કરીને એક જ દેશ બનાવવા માંગતો હોય તો અમે ચોક્કસપણે તેનું સ્વાગત કરીશું.
મહારાષ્ટ્રમાં લોકડાઉનની જરૂર નથી-મલિક
મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી લોકડાઉનની શક્યતાને નવાબ મલિકે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે આથી ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે