Oxford-AstraZeneca કોરોના રસી પર સારા સમાચાર, કેટલી અસરકારક છે તે ખાસ જાણો
Trending Photos
નવી દિલ્હી: ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસી અંગે સારા સમાચાર આવ્યા છે. આ રસીનો કોરોનાથી બચાવવામાં સરેરાશ સફળતા દર 70% સુધીનો રહ્યો છે. AstraZeneca એ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. જો કે અલગ અલગ ડોઝ મુજબ સફળતા 62 ટકાથી 90 ટકા વચ્ચે રહી. આ ભારત માટે ખુબ રાહતના સમાચાર છે. કારણ કે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ આ રસીના ઉત્પાદનમાં કાર્યરત છે અને તેનું વિતરણ સરકાર કરી શકે છે.
શું કહ્યું ઓક્સફોર્ડે નિવેદનમાં?
સોમવારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે 'આજે અમે લોકોએ કોવિડ-19 વિરુદ્ધની લડતમાં એક મહત્વનો પડાવ પાર કર્યો છે. વચગાળાનો ડેટા દર્શાવે છે કે ઓક્સફોર્ડ રસી 70.4 ટકા પ્રભાવી છે. બે ડોઝના રેજીમેનમાં જોવા મળ્યું છે કે તે 90 ટકા અસરકારક છે.'
Today marks an important milestone in the fight against #COVID19. Interim data show the #OxfordVaccine is 70.4% effective, & tests on two dose regimens show that it could be 90%, moving us one step closer to supplying it at low cost around the world>> https://t.co/fnHnKSqftT pic.twitter.com/2KYXPxFNz1
— University of Oxford (@UniofOxford) November 23, 2020
યુનિવર્સિટીએ એમ પણ કહ્યું કે છે કે Astrazenca સાથે ભાગીદારીમાં અમે આગામી વર્ષના અંત સુધીમાં 3 બિલિયન ડોઝ દુનિયાભરમાં ઉપલબ્ધ કરાવવાની આશા સેવી રહ્યા છીએ. ઓક્સફોર્ડ રસીને ફ્રીઝના સામાન્ય તાપમાન પર રાખી શકાય છે અને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સહારે જ તેને ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. ઓક્સફોર્ડે જણાવ્યું કે 23,000 વોલેન્ટિયર્સ પર કરાયેલા ટ્રાયલ રિપોર્ટના આધારે તૈયાર કરાયેલા સેફ્ટી ડેટાબેઝને સ્વતંત્ર સમીક્ષા માટે રજુ કરાશે. અમે જેમ બને તેમ જલદી પબ્લિકેશન માટે સબમિટ કરવાની યોજના ઘડી રહ્યા છીએ જેથી કરીને તેના ડેટાની સમીક્ષા થઈ શકે.
એસ્ટ્રાજેનેકાએ પણ બહાર પાડ્યું નિવેદન
એસ્ટ્રાજેનેકાના નિવેદન મુજબ બે પ્રકારે અપાયેલા ડોઝમાં રસીનો પ્રભાવ પહેલીવારમાં 90 ટકા અને બીજા ડોઝમાં લગભગ 62 ટકા રહ્યો છે. પહેલીવારમાં અડધો ડોઝ, ત્યારબાદ એક આખો ડોઝ અપાયો. જ્યારે બીજા પરીક્ષણમાં એક એક કરીને બે ડોઝ અપાયા હતા.
One dosing regimen shows vaccine efficacy of 90% when AZD1222 was given as half dose, followed by full dose at least a month apart. Second dosing regimen shows 62% efficacy when given two full doses at least a month apart. Combined analysis has average efficacy of 70%:AstraZeneca https://t.co/7u6SJMRFD9
— ANI (@ANI) November 23, 2020
એસ્ટ્રોજેનેકાએ કહ્યું કે 'કોવિડ-19 રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં જોવા મળ્યું કે રોગ પર કાબૂ મેળવવામાં આ રસી 'ઘણી પ્રભાવી' રહી છે. આ રસી પર કામ કરનારા પ્રમુખ રિસર્ચર ડો.એન્ડ્રયૂ પોલાર્ડે જણાવ્યું કે તેના પરિણામોથી વૈજ્ઞાનિકોમાં ખુશી છે.' તેમણે કહ્યું કે, 'આ તારણોથી અમે જોયું કે આ રસી ખુબ પ્રભાવશાળી છે અને તેનાથી લાખો લોકોના જીવ બચાવી શકાય છે.' નોંધનીય છે કે તે અગાઉ બે અન્ય રસી નિર્માતાઓ ફાઈઝર અને મોર્ડનાએ ગત અઠવાડિયે દાવો કર્યો હતો કે પ્રાથમિક પરિણામોમાં તેમની કોવિડ-19 રસી લગભગ 95 ટકા સુધી પ્રભાવી રહી છે.
I am delighted to hear that, Covishield, a low-cost, logistically manageable & soon to be widely available, #COVID19 vaccine, will offer protection up to 90% in one type of dosage regime and 62% in the other dosage regime. Further details on this, will be provided this evening. https://t.co/KCr3GmROiW
— Adar Poonawalla (@adarpoonawalla) November 23, 2020
અદાર પૂનાવાલાએ પણ કરી ટ્વીટ
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પણ એક નિવેદનમાં કહ્યું કે કોવિશિલ્ડ હવે બહુ જલદી ઉપલબ્ધ થશે. અત્રે જણાવવાનું કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસી ભારતમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે પાર્ટનરશીપમાં બનાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે