શ્રીનગર : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માંથી કલમ 370 હટ્યા બાદ ગિન્નાયેલ પાકિસ્તાન કોઇ પણ પ્રકારે અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતની તરફથી જમ્મુ કાશ્મીર(Jammu Kashmir) માં કરાયેલ સુરક્ષા વ્યવસ્થાને કારણે હિંસાની કોઇ પણ ઘટના ઘટી નથી, પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓની મદદ પોતાના મનસુબાને સફળ બનાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓની પકડમાં આવેલા લશ્કરનાં બે આતંકવાદીઓએ પાકિસ્તાનની પોલ ખોલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાકાત દરમિયાન જાધવ ખુબ જ દબાણમાં દેખાઇ રહ્યા હતા: ભારતનું નિવેદન
સુરક્ષાદળોના હથ્થે ચડેલા બંન્ને આતંકવાદીઓની તસ્વીર Zee News પાસે છે. પકડાયેલા બંન્ને આતંકવાદીઓ પાકિસ્તાનનાં છે, જેના નામ ખલીલ અહેમદ અને નાઝીમ ખોખર છે. આતંકવાદી ખલીલ અહેમદ અને નાઝીમ ખોખરે કબુલ્યું છે કે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાના મુખ્યમથકમાં તેની મુલાકાત પાકિસ્તાની સેનાનાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે કરાવવામાં આવી હતી. ત્યાર બાદ કાશ્મીરમાં હુમલા માટે 7 આતંકવાદી ગ્રુપને તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાત આતંકવાદીઓમાં 3 અફઘાનિસ્તાન મુળના પણ આતંકવાદીનો સમાવેશ થાય છે. જેને સેના પર બેટ એક્શનની સાથે સાથે ખીણમાં સુરક્ષા દળો પર હુમલા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.


આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું
દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર
પકડાયેલા લશ્કરના બંન્ને આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓ સતત પુછપરછ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તપાસ એજન્સીઓ અનુસાર પકડાયેલા લશ્કરનો એક આતંકવાદી ખલીલ અહેમદ, જેની ઉંમર 36 વર્ષ છે તે પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે જ્યારે બીજો આતંકવાદી નઝીમ ખોખર તેની ઉંમર 25 વર્ષ છે. તે પાકિસ્તાનના ફોરવર્ડ ક્વેટાનો રહેવાસી છે. બંન્ને આતંકવાદીઓએ તપાસ એજન્સીઓને કહ્યું કે, તેને લશ્કરના ખચરબન અને કોટલીમાં આતંકવાદી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.



મહારાષ્ટ્ર: અજીત પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, તપાસ અટકાવતી માંગ ફગાવી
લશ્કરનાં આ આતંકવાદીઓએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, લાઇન ઓફ કંટ્રોલ સાથે કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાની જવાબદારી પાકિસ્તાની સેનાએ ત્ણ પોસ્ટ જોહલી, બર્ગી અને ન્યૂ બાઠલાને આપવામાં આવી હતી. પાકિસ્તાની સેનાની પોસ્ટની નજીક ખચરબન લોન્ચિંગ પેડ દ્વારા આ આતંકવાદીઓ કાશ્મીરમાં દાખલ થયા હતા. આ આતંકવાદીઓએ પણ જણાવ્યું કે, ખચરબન લોન્ચિંગ પેડ પરથી 50થી વધારે આતંકવાદીઓ એકત્ર થે જે પાકિસ્તાની સેનાની મદદથી જમ્મુ કાશ્મીરમાં દાખલ થવાના કાવત્રામાં લાગેલા છે. તમામ આતંકવાદીઓ નુર નામના ગાઇડ દ્વારા કાશ્મીરમાં દાખલ થવામાં સફળ થઇ ગય હતા.


ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર અને કુલભુષણ જાધવ વચ્ચેની મુલાકાત અઢી કલાક ચાલી
તપાસ એજન્સીઓ અનુસાર બંન્ને આતંકવાદીઓને હુમલાના ટાર્ગેટની રેકી કરવા માટે મોકલવામાં આવ્યા હતા, જેને સુરક્ષાદળોએ પકડી લીધો હતો. આ આતંકવાદીઓએ સુરક્ષાદળો સાથે બાકી તમામ આતંકવાદીઓ અંગે કેટલીક મહત્વની જાણકારી મોકલાઇ છે. પકડાયેલા આતંકવાદીઓએ કહ્યું કે, અફઘાની મુળના આતંકવાદી અહેમદ, એહસાન અને સરફરાઝને ઉર્દુ નથી આવડતી.આ ગ્રુપનાં કુલ ચાર પાકિસ્તાનીઓ છીએ અને ત્રણ અફઘાની મુળના આતંકવાદીઓ છે.