Exit poll 2019: ફરી એકવાર મોદી સરકાર, તમામ સર્વેનો સાર વાંચો એક ક્લિક પર...
84 દિવસ લાંબા સાત તબક્કામાં આયોજીત લોકસભા ચૂંટણી (loksabha elections 2019) ચૂંટણી સંપન્ન થઇ ચુકી છે. 23 મેનાં રોજ પરિણામો આવવાનાં છે. જો કે આ અગાઉ બધાની નજર એક્ઝીટ પોલ 2019 (Exit Poll 2019) પર ટકેલી છે. આ કડીમાં તમામ ચેનલોએ સર્વેરનાં આધારે Zee News પર પોતાનો મહા Exit Poll રજુ કરી રહ્યું છે. થોડા જ સમયમાં પહેલું વલણ જોવા મળશે.
નવી દિલ્હી: 84 દિવસ લાંબા સાત તબક્કામાં આયોજીત લોકસભા ચૂંટણી (loksabha elections 2019) ચૂંટણી સંપન્ન થઇ ચુકી છે. 23 મેનાં રોજ પરિણામો આવવાનાં છે. જો કે આ અગાઉ બધાની નજર એક્ઝીટ પોલ 2019 (Exit Poll 2019) પર ટકેલી છે. આ કડીમાં તમામ ચેનલોએ સર્વેરનાં આધારે Zee News પર પોતાનો મહા Exit Poll રજુ કરી રહ્યું છે. થોડા જ સમયમાં પહેલું વલણ જોવા મળશે.
તમામ Exit Polls ના પરિણામો | |||
Exit Polls | BJP+ NDA | CONG+ UPA | OTH+ |
ZeeMaha ExitPoll | 300 | 128 | 114 |
Times Now - VMR | 306 | 132 | 104 |
R.Bharat - Jan Ki Bat | 305 | 124 | 113 |
R.Bharat - C Voters | 287 | 128 | 127 |
NEWS Nation | 286 | 122 | 134 |
News X - Neta | 242 | 164 | 136 |
ઇન્ડિયા ન્યૂઝ - પોલ સ્ટ્રેટ | 298 | 118 | 126 |
News 18- IPSOS | 336 | 82 | 124 |
બેંગ્લુરૂમાં કોંગ્રેસ ધારાસભ્યના ઘર બહાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
જો કે એ વાત પણ સાચી છે કે એક્ઝિટ પોલની ભવિષ્યવાણીઓ હંમેશા સાચી સાબિત થતી નથી પરંતુ ચૂંટણી વિશેષજ્ઞોના મતે આ પ્રકારના એક્ઝિટ પોલથી રાજકીય સ્થિતિની સંભાવના અંગે એક આઈડિયા જરૂર મળે છે. વાસ્તવમાં એક્ઝિટ પોલમાં એવું હોય છે કે આ પ્રકારના સર્વે કરનારી એજન્સીઓ મતદારોને પૂછે છે કે તેમણે કોને મત આપ્યો? તે આધાર પર તેઓ પોતાના ચૂંટણી ટ્રેન્ડ/પરિણામોની ભવિષ્યવાણી કરે છે.
31 મે સુધી બેંક ખાતામાં રાખજો બેલેન્સ, નહી તો થઇ જશે મોટુ નુકસાન !
એક્ઝિટ પોલ (EXIT POLL 2019)ના પહેલા વલણમાં ટાઉમ્સ નાઉ - વીએમઆર (TIMES NOW-VMR)એ ભાજપના નેતૃત્વમાં રહેલી એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેના અનુસાર એનડીએને 306 સીટો મળશે. કોંગ્રેસનાં નેતૃત્વમાં યુપીએને 128 અને યુપીમાં સપા - બસપા મહાગઠબંધનને 40 સીટો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ર્વેમાં અન્યને 87 સીટો મળવાની વાત કરવામાં આવી છે. 84 દિવસ લાંબા સાત તબક્કામાં આયોજીત લોકસભા ચૂંટણી (loksabha elections 2019) સંપન્ને થયા બાદ 23 મેનાં રોજ પરિણામો આવશે.
રિપબ્લિક ભારત- સી વોટર
આ સર્વેના અનુસાર એનડીએને 287, યુપીએને 128 અને મહાગઠબંધનને 40 અને અન્યને 87 સીટો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજતક- એક્સિસ માઇ ઇન્ડિયા
મધ્યપ્રદેશમાં ભાજપને 26-28 સીટો અને કોંગ્રેસને 1-3 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં ભાજપ 7-8, કોંગ્રેસ 3-4 સીટો પર જીતી રહી હોવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 23-25 સીટો જ્યારે કોંગ્રેસને 0-2 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પંજાબ કોંગ્રેસમાં ભડકો: કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે CM બનવા માંગે છે
ચૂંટણી ચર્યાનો વિષય બનેલા તમામ સવાલોનાં જવાબ આજે અલગ અલગ ચેનલ પોતાનાં એક્ઝિક પોલ સર્વે માધ્યમથી આપવાનાં પ્રયાસો કરી રહી છે. તમામ ચેનલોનાં સર્વેનાં આધારે Zee News પોતાનું મહા એક્ઝિટ પોલ રજુ કરશે. ટુડેઝ ચાણક્ય (Today's Chanakya), રિપબ્લિક-સીવોટર્સ (Republic-CVoter), એબીપી-સીએસડીએસ (ABP-CSDS), ન્યૂઝ 18-આઇપીએસઓએસ (News18-IPSOS), ઇન્ડિયા ટુડે- એક્સીસ (India Today-Axis), ટાઇમ્સ નાઉ - સીએનએક્સ (Times Now-CNX), ન્યુઝ એક્સ- નેતા (NewsX-Neta) પોતાનાં એક્ઝીટ પોલ રજુ કરશે.
ટાઇમ્સ નાઉ એક્ઝિટ પોલના અનુસાર NDAને 542માંથી 306 સીટો મળી શકે છે જે બહુમતી (272) ના જાદુઇ આંકડાઓથી ઘણુ જ વધારે છે. બીજી તરફ કોંગ્રેસનાં નેતૃત્વ વાળુ UPAને મોટો ઝટકો લાગી શકે છે. જો કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જબર્દસ્ત રીતે પરત ફરીને સરકાર રચી રહી છે. હાલની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જબર્દસ્ત વાપસી કરતી જોવા મળી રહી છે. એનડીએનાં વોટબેંકને સાધવામાં નિષ્ફળ રહી છે. TIMES NOW-VMR એક્ઝિટ પોલના અનુસાર યુપીએ 132 સીટો પર સમેટાઇ જતું જોવા મળી રહ્યું છે. મહાગઠબંધનને 20 અને અન્યનાં ખાતામાં 84 સીટો જતી જોવા મળી રહી છે.
C વોટર પણ આપી રહ્યું છે NDAનું સારુ પ્રદર્શન
સી વોટરનો એક્ઝિટ પોલ પણ એનડીએની બહુમતી વાળી સરકાર બનવાનાં સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. તેના અનુસાર ભાજપની આગેવાની વાળુ ગઠબંધન 287 સીટો જીતીને સત્તામાં પરત ફરી રહ્યા છે. કોંગ્રેસનાં નેતૃત્વવાળા યુપીએ 128 સીટો પ્રાપ્ત કરી શકે છે. મહાગઠબંધનને 40 અને અન્યને 87 સીટો મળી શકે છે.
જનકી બાત એક્ઝિટ પોલના અનુસાર એનડીએનાં 305, યુપીએને 124 મહાગઠબંધનને 26 અને અન્ય દળોને 87 સીટો મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો 23 મેનાં રોજ પરિણામો આ એક્ઝિટ પોલ્સના અનુસાર રહ્યા તો કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર સરળતાથી બની જશે.
મહારાષ્ટ્રમાં પણ ભાજપનો ડંકો
Exit Poll 2019 LIVE: મહારાષ્ટ્રમાં એનડીએને 38થી 42 સીટો, યુપીએને 6-10 સીટો મળવાની શક્યતા.
રાજસ્થાનમાં ભાજપને મળી શકે છે તમામ સીટ
રાજસ્થાનની વાત કરીએ તો 25 સીટોમાંથી 23-25 મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસ પાસે 0થી 2 સીટો જીતે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
છત્તીસગઢમાં પણ ભાજપ આગળ
છત્તીસગઢની 11 સીટોમાં ભાજપને 7-8 સીટો, કોંગ્રેસને 3-4 સીટો મળતી જોવા મળી રહી છે. જ્યારે બસપા અહીં ખાતુ પણ ખોલાવી શકે તેમ નથી.
મધ્યપ્રદેશમાં ભાજપને 26-28 સીટો
એક્ઝિટ પોલમાં સૌથી પહેલાવાત કરે છે મધ્યપ્રદેશની અહીની 29 સીટોમાંથી ભાજપને 26થી 28 અને કોંગ્રેસને 1થી 3 સીટો મળતી જોવા મળે છે.
ગુજરાતમાં મોદીનો જાદુ
વડાપ્રધાન મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં 25થી 26 સીટો મળતી જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસને માત્ર 1 સીટ મળવાનું અનુમાન છે
ગોવામાં બંન્ને સીટો ભાજપ
ગોવાની વાત કરીએ તો અહીં પણ બંન્ને સીટો ભાજપને જતી જોવા મળી રહી છે. અહીં પણ ભાજપ 2014 જેવું પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપનો ડંકો
Exit Poll 2019 LIVE:મહારાષ્ટ્રમાં NDA ને 38થી 42 સીટો, UPAને 6થી 10 સીટો મળતી જોવા મળી રહી છે.
Exit Poll 2019 : આખરે શું હોય છે એક્ઝિટ પોલ? જાણો કેવી રીતે તૈયાર થાય છે આંકડા...
તેજપ્રતાપ યાદવના બાઉન્સર્સની ગુંડાગીરીઃ રિપોર્ટર પર ગાડી ચડાવી, પછી ઢોર માર માર્યો
2014માં અનેક ચેનલોના એક્ઝિટ પોલના પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ પોતાના દમ પર બહુમતનો આંકડો મેળવી લેશે. તેમની આ વાત સાચી પણ સાબિત થઈ. ભાજપના નેતૃત્વમાં એનડીએ અંગે એબીપી ન્યૂઝ-નીલસન, સીએનએન આઈબીએન- સીએસડીએસ, ઈન્ડિયા ટુડે-સિસેરો, ઈન્ડિયા ટીવી-સી વોટર, ન્યૂઝ 24-ચાણક્ય, ટાઈમ્સ નાઉ-ઓઆરજી ઈન્ડિયાએ ક્રમશ: 281, 270-282, 261-283, 289, 340 અને 249 બેઠકોનું અનુમાન કર્યું હતું. એ જ રીતે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ અંગે આ ચેનલો/એજન્સીઓએ ક્રમશ: 97, 92-102, 110-120, 101, 70 અને 148 બેઠકોનું અનુમાન કર્યું હતું. અન્ય પક્ષો અંગે ક્રમશ: 165, 150-159, 150-162, 153, 133, અને 146 બેઠકોનું અનુમાન કરવામાં આવ્યું હતું.
એનડીએ
આ આંકડાઓનું જો વિશ્ષેલણ કરવામાં આવે તો જાણવા મળે છે કે તમામ સર્વેમાં કહ્યું હતું કે ભાજપને 200થી વધુ બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1998 અને 1999ની ચૂંટણીમાં ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 182 બેઠકોનું હતું.