કાનપુર: કાનપુરના કુખ્યાત બદમાશ વિકાસ દુબે (Vikas Dubey)ના મુખ્ય સાથે સહિત બે અન્ય આરોપી ફરીદાબાદ ક્રાઇમ બ્રાંચના હાથે લાગ્યો છે. વિકાસ દુબેના સહયોગી આરોપી કાર્તિકેયએ પોલીસે ઘેર્યા બાદ ફાયરિંગ કર્યું, જોકે ક્રાઇમ બ્રાંચે ઘેરાબંધી કરી આરોપીને દબોચી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના અનુસાર મુખ્ય આરોપી કાર્તિકેય ઉર્ફે પ્રભાત પાસેથી 4 પિસ્તોલ અને 44 જીવતા રાઉન્ડ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ ફરીદાબાદને ગુપ્ત સૂચના મળી હતી કે ઉત્તર પ્રદેશ કુખ્યાત બદમાશ વિકાસ દુબેના કેટલાક સહયોગી આરોપી હથિયાર સહિત ન્યૂ ઇન્દીરા નગર કંપલેક્સ હરિ નગર પાર એરિયામાં છુપાયેલા છે. ત્યારબાદ પોલીસે અપરાધીઓની ધરપકડ કરવા માટે રેડ પાડી હતી.


પોલીસે વિકાસ દુબેના સહયોગ બદમાશ કાર્તિકેય ઉર્ફે પ્રભાત, આરોપી અંકુર અને બદમાશ શ્રવણને ધરપકડ કરી છે. ઓપી સિંહ પોલીસ કમિશ્નરએ ડીસીપી ક્રાઇમ મકસૂદ અહમદે આરોપીની ધરપકડ કરવા મટે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. ડીસીપી ક્રાઇમ મકસૂદ અહમદની નજર હેઠળ એસીપી ક્રાઇમ અનિલ યાદવએ ક્રાઇમ બ્રાંચ બીપીટીપીની ત્રણ ટીમો સાથે સૂચનાના આધારે નહરા પાર એરિયામાં રેડ પાડી. 


ડીસીપી ક્રાઇમ મકસૂદ અહમદએ જણાવ્યું કે આરોપી વિરૂદ્ધ પોલીસ ટીમ પર ફાયરિંગ કરવા તથા અવૈધ હથિયાર રાખવા સહિત આઇપીસીની સંબંધિત ધારાઓ અંતગર્ત થાના ખેડી પુલમાં કેદ દાખલ કરવામાં આવ્યો છે. યૂપીના બદમાશ પ્રભાતને આરોપી અંકુર અને તેના પિતા શ્રવણને પોતાના ઘરમં જગ્યા આપી હતી.


પૂછપરછમાં પોલીસને બદમાશ પ્રભાતે જણાવ્યું કે તેણે અને કુખ્યાત બદમાશ વિકાસ દુબેએ વિકાસની ભાભીની માસી શાંતિ મિશ્રાના ઘરે નહેર પાર, હરી નગર ઇન્દીર કંપલેક્સમાં પનાહ લીધી હતી. વિકાસ દુબે પોલીસ આવતાં પહેલાં ફરાર થઇ ગયો હતો.  


પ્રભાતે એ પણ જણાવ્યું હતું કે વિકાસ દુબે સાથે બિખરૂ ગામમાં થયેલા હત્યાકાંડમાં પોલીસ પર ફાયરિંગ કરવામાં સામેલ હતા. તેણે કહ્યું કે તે અને વિકાસ દુબે પોલીસ પર હુમલો કરીને પોલીસવાળાની બે પિસ્તોલ અને જીવતા રાઉન્ડ છીનવીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. ફરાર થયા બાદ 2 દિવસ બાદ બે દિવસ સુધી મિત્રના ઘરે શિવલી યૂપીમાં રહ્યા હતા. આરોપી પ્રભાતે પૂછપરછ્માં જણાવ્યું કે પોલીસ હુમલો કરનાર અન્ય મુખ્ય આરોપી અમર દુબેના હમીરપુર યૂપીમાં હોવાની વાત કહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube