નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોએ ગુરૂવારે કહ્યું કે, જો તેમની માંગો માનવામાં આવશે નહીં તો તે રેલવે પાટા પર આંદોલન કરશે. તેને લઈને જલદી તારીખોની જાહેરાત કરવામાં આવશે. સિંધુ બોર્ડર પર મીડિયા સાથે વાતચીતમાં કિસાન સંઘોએ કહ્યું કે, તે વિરોધ-પ્રદર્શન આક્રમક કરશે અને રાષ્ટ્રીય રાજધાની તરફ આવનાર તમામ રાજમાર્ગો પર જામ કરવાનું શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં દિલ્હીમાં કિસાનોની એન્ટ્રી રોક્યા બાદ છેલ્લા આશરે બે સપ્તાહથી કિસાન સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરતા કિસાન નેતા બૂટા સિંહે કહ્યુ, 'જો અમારી માંગ માનવામાં ન આવી તો અમે રેલવેના પાટા પર વિઘ્ન કરીશું. અમે તેની તારીખોની જલદી જાહેરાત કરીશું.'


આ પણ વાંચોઃ ભાજપના ગુંડાઓએ મનીષ સિસોદિયાના ઘર પર કર્યો હુમલો, આપે લગાવ્યો ગંભીર આરોપ


જલદી થશે તારીખની જાહેરાતઃ કિસાન નેતા બૂટા સિંહ
કિસાન નેતા બૂટા સિંહે કહ્યું કે, પંજાબમાં ટોલ પ્લાઝા, મોલ, રિલાયન્સના પંપ, ભાજપના નેતાઓની ઓફિસ અને ઘરની આગળ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ સિવાય 14 તારીખ પંજાબની બધી ડીસી ઓફિસોની બહાર ધરણા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે 10 તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું, જો પીએમે અમારી વાત ન સાંભળી અને કાયદાને રદ્દ ન કર્યા તો બધા ધરણા રેલવે ટ્રેક પર આવી જશે. આજની બેઠકમાં તે નિર્ણય થયો છે કે હવે રેલવે ટ્રેલ પર ભારતના લોકો આવી જશે. સંયુક્ત કિસાન મંચ તેની તારીખની જલદી જાહેરાત કરશે. 


વ્યાપારિઓ માટે બનાવવામાં આવ્યા કાયદા- બલબીર સિંહ
એક અન્ય કિસાન નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યુ, 'કેન્દ્રએ સ્વીકાર કર્યો છે કે કાયદો વ્યાપારિઓ માટે બનાવવામાં આવ્યો છે. જો કૃષિ રાજ્યનો વિષય છે તો કેન્દ્ર સરકારને તેના પર કાયદો બનાવવાનો અધિકાર નથી.' હજારોની સંખ્યામાં કિસાન દિલ્હીની વિવિધ સરબદો પર પ્રદર્શન કરતા કાયદાને પરત લેવા અને પાક માટે એમએસપીની સિસ્ટમને બનાવી રાખવાની માગ કરી રહ્યાં છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube