ભાજપના ગુંડાઓએ મનીષ સિસોદિયાના ઘર પર કર્યો હુમલો, આપે લગાવ્યો ગંભીર આરોપ

સિસોદિયાએ એક વીડિયો ટ્વીટ કરતા લખ્યુ, 'આજે ભાજપના ગુંડા મારી ગેરહાજરીમાં મારા ઘરનો દરવાજો તોડી અંદર ઘુસી ગયા અને મારી પત્ની તથા બાળકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

ભાજપના ગુંડાઓએ મનીષ સિસોદિયાના ઘર પર કર્યો હુમલો, આપે લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)એ ગુરૂવારે આરોપ લગાવ્યો કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Deputy Chief Minister Manish Sisodia)ના આવાસ પર ભાજપના ગુંડાએ હુમલો કર્યો છે. પરંતુ દિલ્હી ભાજપે આ આરોપોને નકારતા કહ્યું કે, તેણે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. આ પહેલા ભાજપના કાર્યકર્તાઓએ કેજરીવાલ સરકાર પાસે બાકી ચુકવણીની માંગને લઈને અનિશ્ચિતકાળ ધરણા આપી રહેલ પાર્ટી શાસિત મહાનગર પાલિકાના નેતાઓ તથા મેયરોની હત્યા કરવાના કથિત ષડયંત્રને લઈને મનીષ સિસોદિયાના આવાસ નજીક પ્રદર્શન કર્યુ હતુ.

આપના પ્રવક્તા સૌરભ ભારદ્વારે આરોપ લગાવ્યો કે પોલીસે ગુંડાને સિસોદિયાના ઘરમાં જતા રોક્યા નહીં અને તેમણે આવાસની ચારેબાજી લાગેલા બેરિકેડિંગને પણ હટાવી દીધા હતા. તેમણે સિસોદિયાના આવાસની બહારના વિસ્તારનો કથિત વીડિયો દેખાડ્યો, જેમાં લોકોનું એક સમૂહને આવાસમાં બળજબરીથી ઘુસતુ જોઈ શકાય છે. 

સિસોદિયાએ એક વીડિયો ટ્વીટ કરતા લખ્યુ, 'આજે ભાજપના ગુંડા મારી ગેરહાજરીમાં મારા ઘરનો દરવાજો તોડી અંદર ઘુસી ગયા અને મારી પત્ની તથા બાળકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. અમિત શાહ જી તમે દિલ્હીમાં રાજનિતિમાં હારી ગયા તો હવે આ રીતે અમારો સામનો કરશો.'

— Manish Sisodia (@msisodia) December 10, 2020

ભારદ્વાજે કહ્યુ, ભાજપના ગુંડાએ નાયબ મુખ્યમંત્રીના આવાસ પર તે સમયે હુમલો કર્યો, જ્યારે તે હાજર નહતા. દિલ્હી પોલીસે આ કામમાં ભાજપના ગુંડાની મદદ કરી હતી. 

જાણો ભાજપે શું કહ્યું
દિલ્હી ભાજપ ઉપાધ્યક્ષ અશોક ગોયલ દેવરાહાએ આ આરોપો પર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે, આપ નેતા ભાજપના મેયરો અને અન્ય નિગમ નેતાઓને મારવાના ષડયંત્રથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું, અમે તે સ્પષ્ટ કરવા માટે સિસોદિયાના આવાસની બહાર પ્રદર્શન કર્યું કે ભાજપના કાર્યકર્તા દરેક પ્રકારના પડકારનો જવાબ આપવામાં સક્ષમ છે.

ભાજપના દિલ્હી એકમે સિસોદિયા અને આપ નેતા દુર્ગેશ પાઠક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી બુધવારે આરોપ લગાવ્યો કે તે ભાજપ શાસિત મનપાના નેતાઓની હત્યા કરાવવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. પાઠકે એક નિવેદનમાં આ આરોપોને બકવાસ ગણાવ્યા અને કહ્યું કે, ભાજપ લોકોની છબી ખરાબ કરવા માટે દુષ્પ્રચાર કરતું રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news