તમે સાક્ષાત ભગવાન છો... કૃષિ કાયદા પર ચુકાદા બાદ સુપ્રીમમાં બોલી પડ્યા વકીલ
કિસાન આંદોલન અને કૃષિ કાયદા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આગામી આદેશ સુધી કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટના અંતરિમ પ્રતિબંધ લગાવવાના આદેશ બાદ કિસાન સંગઠનોના વકીલ એમએલ શર્માએ ચીફ જસ્ટિસ એસ એ બોબડેની ખુબ પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવતા કિસાનોના મુદ્દાના સમાધાન માટે એક કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. વકીલે ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કહ્યુ કે, તમે સાક્ષાત ભગવાન છો.
એમએલ શર્મા બોલ્યા- તમે સાક્ષાત ભગવાન
કૃષિ કાયદાના વિરોધ કરનાર વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચીફ જસ્ટિસ એસ એ બોબડે સાક્ષાત ભગવાન ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે શર્મા સતત કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં હતા. તેમણે તેને કિસાનોની વિરુદ્ધ ગણાવ્યા હતા.
કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમે પ્રતિબંધ લગાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે મંગળવારે આ ચુકાદો સંભળાવ્યો છે. આ સાથે મામલાના ઉકેલ માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ થશે, જેમાં ભારતીય કિસાન યુનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડો. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાંત) અને અનિલ શેતકારી સામેલ છે.
કિસાન આંદોલન પર સુપ્રીમે બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ-કોણ છે સામેલ
પીએમ કેમ નથી કરતા વાત, શું બોલ્યા ચીફ જસ્ટિસ
કિસાન સંગઠનો તરફથી રજૂ વકીલ એમએલ શર્માએ કહ્યુ કે, કિસાનોએ કહ્યું કે, ઘણા લોકો વાતચીત માટે આવ્યા છે પરંતુ મુખ્ય વ્યક્તિ પ્રધાનમંત્રી આવ્યા નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યુ કે, અમે પીએમને વાતચીત કરવા માટે ન કહીં શકીએ. તે આ મામલામાં પાર્ટી નથી.
અમારી પાસે તાકાત તે પ્રમાણે લેશું પગલલા
ચીફ જસ્ટિસે કહ્યુ કે, અમે કાયદાકીય વૈધતાને લઈને ચિંતિત છીએ. સાથે નાગરિકોના જીવન અને સંપત્તિને લઈને ચિંતિત છીએ. અમે સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમારી પાસે એક શક્તિ છે કે અમે કાયદાને સસ્પેન્ડ કરીએ અને એક કમિટીની રચના કરીએ.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube