નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) ને લઈને સરકાર અને ખેડૂતો (Farmers)  વચ્ચે ગતિરોધ ચાલુ છે. ખેડૂતો 3 નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી પર ડટેલા છે જ્યારે સરકાર કોઈ પણ સંજોગોમાં આ કાયદા પાછા ન ખેંચવાની વાત કરે છે. આવામાં ખેડૂતો ઘણા દિવસોથી દિલ્હી (Delhi) ની તમામ સરહદો પર અડ્ડો જમાવીને આંદોલન કરી રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)  એ વાતનો ફેંસલો કરશે કે શું હાઈવે જામ કરવા કે આંદોલન કરવું યોગ્ય છે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ચિલ્લા બોર્ડર જામ કરવાનું એલાન
ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે પરંતુ કોઈ સમાધાન નીકળ્યું નથી. આ બાજુ ખેડૂતો ઘણા દિવસોથી દિલ્હીની સરહદોને જામ કરી રહ્યા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ખેડૂતોએ દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડરને પણ જામ કરવાની જાહેરાત કરી છે. 


Farmers Agitation : કૃષિ કાયદો પરત લેવાની માંગ પર કિસાન અડિગ, સરકારે કહ્યું- અસલી કિસાન સંગઠનો સાથે કરીશું વાત


આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર થઈ રહેલા ખેડૂતોના આંદોલન અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે તેનાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. કોર્ટ બુધવારે આ મામલે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રીમસુબ્રમણ્યમની બેન્ચ તેની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન સંબંધિત અત્યાર સુધીમાં ત્રણ અરજીઓ દાખલ થઈ છે. 


કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ


પીએમ મોદીએ ખેડૂતોને સમજાવવાની કરી કોશિશ
પીએમ મોદી ગઈ કાલે એક દિવસના ગુજરાત પ્રવાસે હતા. અહીં તેમણે ખેડૂતોને વિશ્વાસમાં લેવાની કોશિશ કરી. પીએમ મોદીએ ગુજરાતના કચ્છમાં દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક(World's Largest Renewable Energy Park) નો શિલાન્યાસ પણ કર્યો. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે અને ખેડૂતોના ખભે બંદૂક રાખીને ચલાવી રહ્યા છે. તેમને દેશના ખેડૂતો હરાવીને રહેશે.


સુખબીર સિંહ બાદના પ્રહાર, કહ્યું- દેશમાં ભાજપ છે અસલી ટુકડે-ટુકડે ગેંગ


પીએમ મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીની આસપાસ આજકાલ ખેડૂતોને ડરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શું કોઈ તમારી પાસેથી દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું ભેંસ લઈને જતા રહે છે? જેવી આઝાદી પશુપાલકોને મળી રહી છે તેવી આઝાદી અમે ખેડૂતોને આપી રહ્યા છીએ. અનેક વર્ષોથી ખેડૂત સંગઠન તેની માગણી કરતા હતા, વિપક્ષ આજે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યો છે પરંતુ પોતાની સરકાર સમયે તે આવી જ વાતો કરતો હતો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube