Farmers Protest: સરકાર સાથે વાતચીત પહેલા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, 26મી જાન્યુઆરીની તૈયારી
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો દિલ્હીના બહારના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચ કાઢી રહ્યા છે. ખેડૂતો પોતાની ટ્રેક્ટર માર્ચ સિંધુ બોર્ડરથી ટીકરી, ટીકરીથી શાહજહાપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢી રહ્યા છે. ખેડૂતો આ માર્ચને 26 જાન્યુઆરીના રોજ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવે છે. અત્રે જણાવવાનું કે ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ચેતવણી આપી છે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો દિલ્હીના બહારના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચ કાઢી રહ્યા છે. ખેડૂતો પોતાની ટ્રેક્ટર માર્ચ સિંધુ બોર્ડરથી ટીકરી, ટીકરીથી શાહજહાપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢી રહ્યા છે. ખેડૂતો આ માર્ચને 26 જાન્યુઆરીના રોજ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવે છે. અત્રે જણાવવાનું કે ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ચેતવણી આપી છે.
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રને પૂછ્યો આ સણસણતો સવાલ
અમે સરકારને ચેતવણી આપવા કાઢી રહ્યા છે રેલી
કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે સરકારને ચેતવણી આપવા માટે રેલી કાઢી રહ્યા છીએ. 26 જાન્યુઆરીના રોજ અમે ટ્રેક્ટરની પરેડ કાઢીશું. તેમણે કહ્યું કે અમે મે 2024 સુધી આંદોલન માટે તૈયાર છીએ.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube