સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રને પૂછ્યો આ સણસણતો સવાલ

સુપ્રીમ કોર્ટે (Supreme Court)  ગુરુવારે નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને અન્ય લોકો દ્વારા કોવિડ-19ને લઈને બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન ફોલો ન કરવા પર ચિંતા વ્યક્ત કરી.

સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રને પૂછ્યો આ સણસણતો સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court)  ગુરુવારે નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને અન્ય લોકો દ્વારા કોવિડ-19ને લઈને બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન ફોલો ન કરવા પર ચિંતા વ્યક્ત કરી. અત્રે જણાવવાનું કે ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા 42 દિવસથી ચાલુ છે અને ખેડૂતો સતત આ નવા કૃષિ કાયદા રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂતો ગુરુવારના રોજ દિલ્હીની ચારેબાજુ ટ્રેક્ટર માર્ચ કાઢી રહ્યા છે. 

તબલિગી જમાત જેવા હાલાત પેદા થઈ શકે છે
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે શું પ્રદર્શન સમયે કોરોનાના નિયમોનું પાલન થઈ રહ્યું છે? ત્યારબાદ કેન્દ્ર સરકારના વકીલે ના માં જવાબ આપ્યો. જેના પર ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે જો કોરોનાના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તો નવી દિલ્હીમાં ગત વર્ષ તબલિગી જમાત જેવા હાલાત થઈ શકે છે. 

શું હતો તબલિગી જમાતનો મામલો?
અત્રે જણાવવાનું કે ગત વર્ષે જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન  લગાવવામાં આવ્યું હતું તે વખતે તબલિગી જમાતનો કેસ સામે આવ્યો હતો. ગત વર્ષ માર્ચમાં નવી દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં સેંકડો લોકો સામેલ થયા હતા. અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં જતા રહ્યા હતા. મરકઝમાં સામેલ થયેલા અનેક લોકો કોરના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા અને કોરોનાના નિયમો તોડવાનો આરોપ લાગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news