Farmers Protest: સરકારે ખેડૂતોને મોકલ્યો પ્રસ્તાવ, જાણો કૃષિ કાયદામાં કયા-કયા ફેરફાર શક્ય
કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest )આજે 14માં દિવસે પણ ચાલુ છે આ બધા વચ્ચે સરકારે ખેડૂતો (Farmers) ને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં કહેવાયું છે કે કાયદામાં કયા કયા ફેરફાર થઈ શકે તેમ છે. ખેડૂતોએ સરકારના છઠ્ઠા રાઉન્ડની બેઠક પહેલા લેખિતમાં આ પ્રસ્તાવની માગણી કરી હતી. અત્રે જણાવવાનું કે આંદોલન ખતમ કરવા માટે સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest )આજે 14માં દિવસે પણ ચાલુ છે આ બધા વચ્ચે સરકારે ખેડૂતો (Farmers) ને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં કહેવાયું છે કે કાયદામાં કયા કયા ફેરફાર થઈ શકે તેમ છે. ખેડૂતોએ સરકારના છઠ્ઠા રાઉન્ડની બેઠક પહેલા લેખિતમાં આ પ્રસ્તાવની માગણી કરી હતી. અત્રે જણાવવાનું કે આંદોલન ખતમ કરવા માટે સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
SCનો રાજ્યોને આદેશ, કોરોના સંક્રમિતોના ઘરની બહાર નહીં લગાવી શકાય પોસ્ટર
સરકારે મોકલ્યો લેખિત પ્રસ્તાવ
સરકાર તરફથી આંદોલન કરી રહેલા ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં મુખ્ય રીતે MSPનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સરકાર તરફથી પ્રસ્તાવમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, મંડી સિસ્ટમમાં ખેડૂતોને સગવડ આપવા અને પ્રાઈવેટ પ્લેયર્સ પર ટેક્સ લગાવવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ સરકારે ખેડૂતોને છઠ્ઠા રાઉન્ડની વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂતો અને સરકાર વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વાતચીત આવતી કાલે સવારે 11 વાગે વિજ્ઞાન ભવનમાં થઈ શકે છે.
Corona Update: દેશમાં કેવી છે કોરોનાની સ્થિતિ? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ
કાયદામાં શું ફેરફાર કરી શકે છે સરકાર?
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કાયદામાં હજુ ખેડૂતો પાસે કોર્ટ જવાનો અધિકાર નથી, આવામાં સરકાર તેમાં સંશોધન કરીને આ અધિકારને સામેલ કરી શકે છે.
- પ્રાઈવેટ પ્લેયર હાલ પેન કાર્ડની મદદથી કામ કરી શકે છે, પરંતુ ખેડૂતોએ રજિસ્ટ્રેશનની વાત કરી. સરકાર આ શરતને માની શકે છે.
- આ ઉપરાંત પ્રાઈવેટ પ્લેયર્સ પર કેટલાક ટેક્સની વાત પણ સરકાર માનતી જોવા મળી રહી છે.
- કિસાન નેતાઓના જણાવ્યા મુજબ અમિત શાહે MSP સિસ્ટમ અને મંડી સિસ્ટમમાં ખેડૂતોની સગવડ મુજબ કેટલાક ફેરફારની વાત કરી છે.
કોરોનાકાળમાં આ 15 'ઈમ્યુનિટી બુસ્ટર' વસ્તુઓનું ખાસ કરો સેવન, વાયરસને હરાવવામાં થશે મદદરૂપ
સિંઘુ બોર્ડર પર થશે ખેડૂત નેતાઓની બેઠક
સરકાર તરફથી પ્રસ્તાવ મળ્યા બાદ હવે ખેડૂત નેતાઓની સિંઘુ બોર્ડર પર બેઠક થશે અને ત્યારબાદ આગામી રણનીતિની જાહેરાત કરાશે. આ સાથે જ 40 ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો એ વાતનો નિર્ણય કરશે કે સરકાર સાથે આગળ વાતચીત થાય કે નહીં.
અમિત શાહ સાથે બેઠક અનિર્ણિત
કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે મંગળવારે મોડી સાંજે મોટો વળાંક જોવા મળ્યો. અચાનક કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) ની સાથે 13 ખેડૂત નેતાઓની બેઠકની ખબર આવી. ખેડૂતનેતાઓમાંથી 8 પંજાબથી હતા જ્યારે 5 દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા હતા. બેઠક રાતે આઠ વાગે શરૂ થઈ પરંતુ વાતચીતનું કોઈ પરિણામ આવી શક્યું નહીં.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube