Farmers Protest: કૃષિ કાયદા પર હવે આજથી ખેડૂત vs ખેડૂત, સમર્થનમાં હજારો લોકો કરશે પ્રદર્શન
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન સતત ચાલુ છે અને વિરોધ કરનારા ખેડૂતો ચક્કા જામનો પ્લાન બનાવી રહ્યા છે. હવે આ બધા વચ્ચે કાયદાના સમર્થનમાં આજે લગભગ 20 હજાર ખેડૂતો ગાઝિયાબાદમાં પ્રદર્શન કરશે.
નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) સતત ચાલુ છે અને વિરોધ કરનારા ખેડૂતો (Farmers) ચક્કા જામનો પ્લાન બનાવી રહ્યા છે. હવે આ બધા વચ્ચે કાયદાના સમર્થનમાં આજે લગભગ 20 હજાર ખેડૂતો ગાઝિયાબાદમાં પ્રદર્શન કરશે. સિંઘુ બોર્ડર પર ખેડૂત નેતાઓને આજે સવારે 11 વાગે બેઠક પણ થવાની છે.
કૃષિ કાયદા પર ખેડૂત vs ખેડૂત
એકબાજુ જ્યાં સિંઘુ બોર્ડર પર ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યા છે અને હવે રસ્તાઓ જામ કરવાની યોજના ઘડી રહ્યા છે ત્યાં બીજા બાજુ કાયદાના સમર્થનમાં લગભગ 20 હજાર ખેડૂતો ગાઝિયાબાદ બોર્ડર પર આજે પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં આવી રહેલા આ ખેડૂતો મેરઠથી સવારે લગભગ 10 વાગે રામલીલા મેદાન ગાઝિયાબાદ જવા નીકળશે.
Farmers Protest: સીએમ ખટ્ટર કૃષિ મંત્રીને મળ્યા, કહ્યું- 2-3 દિવસમાં આવી જશે ઉકેલ
મનોહરલાલ ખટ્ટરની કૃષિમંત્રી સાથે મુલાકાત
આ બધા વચ્ચે શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. આ બેઠકમાં બંને વચ્ચે કૃષિ કાયદાને લઈને ચર્ચા થઈ. આ મુલાકાત બાદ હરિયાણાના મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે કેન્દ્રીય કૃષિમંત્રી અને તેમના વચ્ચે ખેડૂતોના મુદ્દે ઉકેલ લાવવા માટે ચર્ચા થઈ છે. ખેડૂતોની સાથે વાતચીતના મુદ્દે મનોહરલાલે કહ્યું કે સરકાર ચર્ચા માટે હંમેશા તૈયાર રહી છે.
Ayodhya માં બનનારી મસ્જિદની ડિઝાઈન તૈયાર, બાબરના નામનો નહીં હોય ઉલ્લેખ
NDA સહયોગી હનુમાન બેનીવાલે ખોલ્યો મોરચો
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના પ્રમુખ હનુમાન બેનીવાલે ત્રણ સંસદીય સમિતિઓમાંથી રાજીનામા આપી દીધા છે. હનુમાન બેનીવાલે પોતાનું રાજીનામું લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાને મોકલી દીધુ. પોતાનું રાજીનામું આપતા નાગોરના સાંસદે કહ્યું કે 26 ડિસેમ્બરે 2 લાખ સમર્થકો સાથે તેઓ દિલ્હી રવાના થશે. તેઓ ખેડૂતો માટે દરેક કુરબાની આપવા તૈયાર છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube