Farmers Protest: સીએમ ખટ્ટર કૃષિ મંત્રીને મળ્યા, કહ્યું- 2-3 દિવસમાં આવી જશે ઉકેલ


Farmers Protest: કિસાન આંદોલન મુદ્દે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નરેન્દ્ર સિંહ તોમર વચ્ચે આ બીજી મુલાકાત છે. આ પહેલા ભારત બંધના દિવસે ખટ્ટરે કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી હતી. 

Farmers Protest: સીએમ ખટ્ટર કૃષિ મંત્રીને મળ્યા, કહ્યું- 2-3 દિવસમાં આવી જશે ઉકેલ

નવી દિલ્હીઃ કૃષિ કાયદાને લઈને સરકારમાં મથામણ ચાલી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. બંન્ને નેતાઓએ કૃષિ કાયદા પર ચર્ચા કરી. કૃષિ મંત્રીને મળ્યા બાદ સીએમ ખટ્ટરે કહ્યુ કે, એક-બે દિવસમાં હલ નિકળી જશે. મનોહર લાલ ખટ્ટર રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરવાના છે. 

સીએમ ખટ્ટરે કહ્યુ કે, મારૂ માનવું છે કે આગામી 2-3 દિવસમાં સરકાર અને કિસાનોમાં વાત થઈ શકે છે. કિસાનોના વિરોધનું સમાધાન ચર્ચાના માધ્યમથી નિકળવું જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ મુદ્દાનો જલદી હલ કાઢવો જોઈએ. 

— ANI (@ANI) December 19, 2020

મહત્વનું છે કે કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે વિરોધ યથાવત છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર કિસાનોનું 24 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મોદી સરકારનું કહેવું છે કે તે વાતચીત માટે તૈયાર છે, પરંતુ કિસાનોની માંગ છે કે કૃષિ કાયદાને રદ્દ કરવામાં આવે તો વાર્તા સંભવ છે. 

સરકાર અને કિસાનો વચ્ચે અત્યાર સુધી ઘણા રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. કિસાન નેતા અમિત શાહ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે. સરકારે કિસાનોને લેખિતમાં પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ કિસાનોએ તેને નકારી દીધો હતો. હકીકમાં કિસાનોની માંગ છે કે ત્રણેય કાયદા પરત લેવામાં આવે, પરંતુ સરકાર સંશોધન પર તૈયાર છે અને કિસાન માની રહ્યાં નથી. તેવામાં બંન્ને પક્ષે વિવાદ યથાવત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news