નવી દિલ્હી: ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે. પરંતુ આ ડેડલોકનું કોઈ સમાધાન જોવા મળી રહ્યું નથી. દિલ્હીની સિંઘુ અને ટીકરી  બોર્ડર પર સંયુક્ત મોરચાના 40 ખેડૂત નેતાઓ ઉપવાસ પર બેઠા છે. સાંજે 5 વાગ્યા સુધી આ ભૂખ હડતાળ ચાલુ રહેશે. ગાઝીપુર સહિત તમામ ટોલ પ્લાઝા ઉપર પણ ખેડૂતો ભૂખ હડતાળ પર બેઠા છે. આ ઉપરાંત દેશભરના જિલ્લા મુખ્યાલયો ઉપર પણ ધરણા ચાલુ છે. દિલ્હી સરકારના મંત્રી અને વિધાયક પણ ધરણા પર બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે ચર્ચિત IAS અધિકારી Ashok Khemka એ જણાવ્યો આ ફોર્મ્યુલા


Live Updates...


- ખેડૂતોના આંદોલન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 'સરકાર ખુલ્લા મનથી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને મળેલા ખેડૂતોના 10 નેતાઓએ કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે.'
- ખેડૂતોની ભૂખ હડતાળ ચાલુ છે. આ બધા વચ્ચે હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. હરિયાણામાં ચાલી રહેલી વિવિધ પ્રસ્તાવિત પરિયોજનાઓ પર ચર્ચા કરી. 
- રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ખેડૂતોની વિરુદ્ધ જવાનો કોઈ મતલબ નથી. 
- ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપવાસ પર ઉતર્યા છે. મંત્રી અને વિધાયકો પણ ઉપવાસ પર બેઠા છે. કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે ખેડૂતોની જીત થશે. 
- કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જીદ પર અડી રહેવાથી સમાધાન થતું નથી. વાતચીતથી જ ઉકેલ આવે છે. કૃષિ બિલો ખેડૂતોના હિતમાં છે. સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. 
- ખેડૂત આંદોલન પર સરકારના મંત્રીઓનું મંથન ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર વચ્ચે બેઠક ચાલુ છે. સૂત્રોના જણવ્યાં મુજબ સરકારની આગળની રણનીતિ પર ચર્ચા થઈ રહી છે. 


દેશના અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ફ્રેશર કરતાં પણ ઓછી!

- ભારતીય ખેડૂત યુનિયને જાહેરાત કરી. યુનિયને કહ્યું કે કોઈ પણ દેશ વિરોધી સંગઠનોને સામેલ થવા દેવાશે નહીં. 
- દિલ્હી બોર્ડરથી ખેડૂતોને હટાવવાની માગણીવાળી અરજી પર સુપ્રીમ કોર્ટમાં 16 ડિસેમ્બરે સુનાવણી થશે. લોકોને થઈ રહેલી પરેશાની અને કોરોના સંક્રમણ ફેલાવવાની દલીલ કરવામાં આવી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube