ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે ચર્ચિત IAS અધિકારી Ashok Khemka એ જણાવ્યો આ ફોર્મ્યુલા

હરિયાણાના ચર્ચિત આઈએએસ અધિકારી અશોક ખેમકાએ વિવાદનો ઉકેલ લાવવા માટે એક ઉપાય સૂચવ્યો છે. જો કે તેમના ઉપાય પર હજુ સુધી ખેડૂતો કે તેમના કોઈ સંગઠને કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે ચર્ચિત IAS અધિકારી Ashok Khemka એ જણાવ્યો આ ફોર્મ્યુલા

નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law) ને લઈને આંદોલન (Farmers Protest) કરી રહેલા ખેડૂતો (Farmers) ને મનાવવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. ખેડૂતો સાથે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી. આજે ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. આવામાં ગતિરોધ લાંબા સમય સુધી ખેંચાય તેવી આશંકા છે. આ બધા વચ્ચે હરિયાણાના ચર્ચિત આઈએએસ અધિકારી અશોક ખેમકા (Ashok Khemka) એ વિવાદનો ઉકેલ લાવવા માટે એક ઉપાય સૂચવ્યો છે. જો કે તેમના ઉપાય પર હજુ સુધી ખેડૂતો કે તેમના કોઈ સંગઠને કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

આ છે સંભવિત સમાધાન
અશોક ખેમકાએ આ અંગે એક ટ્વીટ કરીને કહ્યું કે "ખેડૂત આંદોલનનું એક સંભવિત સમાધાન:- કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા MSP નો લાભ તમામ રાજ્યો વચ્ચે બરાબર વહેંચવામાં આવી શકે છે. બાકીનો બોજ રાજ્ય સરકારોએ વહન કરવો જોઈએ. રાજ્યોએ પોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ ખેડૂતોને વિભિન્ન પાક પર MSPની ગેરંટી આપવી જોઈએ. MSPનું વિકેન્દ્રીકરણ જ ઉત્તમ છે."

— Ashok Khemka (@AshokKhemka_IAS) December 13, 2020

સરકાર નરમ પડી પણ ખેડૂતો હજુ પણ મક્કમ
ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. હકીકતમાં સરકારે જે ખેડૂત કાયદા પાસ કર્યા છે તેને લઈને ખેડૂતોમાં આશંકા છે કે તેનાથી MSP ખતમ થઈ જશે. જો કે સરકાર ખેડૂતોને MSP અંગે લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. આ ઉપરાંત ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સહિત અનેક જોગવાઈઓ ઉપર પણ આપત્તિ દર્શાવી છે. સરકાર તરફથી કહેવાયું છે કે તે તમામ આપત્તિઓ પર વિચાર કરવામાં આવશે અને કેન્દ્રએ એ પણ આશ્વાસન આપ્યું છે કે મંડીઓને ખતમ કરવામાં નહીં આવે. આમ છતાં ખેડૂતો કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે ખતમ કરવાની માગણી કરી રહ્યા છે. 

— Ashok Khemka (@AshokKhemka_IAS) December 5, 2020

પહેલા પણ કરી હતી આંદોલન પર ટિપ્પણી
IAS અધિકારી ખેમકાએ આ અગાઉ 5 ડિસેમ્બરના રોજ પણ એક ટ્વીટ કરીને ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કૃષિ કાયદા ઉપરાંત ખેડૂત આંદોલન કોર્પોરેટ પ્રત્યે તેમના અવિશ્વાસને પણ દર્શાવે છે. આપણા દેશમાં પ્રતિ વ્યક્તિ હિસાબે બેન્કોની NPA દુનિયામાં સૌથી વધુ સ્તરે હશે. નોંધનીય છે કે ખેમકા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ માટે જાણીતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news