Farmers Protest: કિસાન આંદોલનને આજે 17મો દિવસ, આ નેશનલ હાઈ-વેને કરશે જામ
નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન (Farmers Protest) આજે પોતાના આંદોલનને ઉગ્ર કરતા દિલ્હીની આસપાસના રાજમાર્ગોને જામ કરશે. તેનાથી દિલ્હીથી આ વિસ્તારમાં આવતા-જતા લોકોને મુશ્કેલી થઈ શકે છે.
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (New farm law)ને રદ્દ કરવાની માગને લઈને ધરણા આપી રહેલા કિસાન આંદોલન (Farmers Protest)નો આજે 17મો દિવસ છે. કિસાનોએ આજે દિલ્હીને જોડનારા રસ્તાઓને જામ કરવાનો નિર્ણય લીધો છે. કિસાનો છઠ્ઠા રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યાં બાદ 12 અને 14 ડિસેમ્બરે કંઈક મોટું કરવાના છે.
આજે ટોલ પ્લાઝાઓને ફ્રી કરાવશે કિસાન
કિસાન 12 ડિસેમ્બર એટલે કે આજે દિલ્હી-જયપુર હાઈવે (Delhi-Jaipur Highway)ને બંધ કરશે. કિસાનોએ આજે દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વેને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય કિસાન દેશના બધા ટોલ પ્લાઝાને પણ ફ્રી કરાવશે.
દિલ્હી અને આસપાસના જિલ્લામાં પોલીસ બળ તૈનાત
કિસાનોના આંદોલનને જોતા દિલ્હીની આસપાસ આજે મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કોઈ પ્રકારની અપ્રિય ઘટનાની સ્થિતિમાં તે આપરાધિક કલમો હેઠળ કાર્યવાહી કરશે. ગુરૂગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધનગરમાં બધા નેશનલ હાઈવે પર મોટી સંખ્યામમાં પોલીસ તૈનાત કરવામાં આવી રહી છે. સાથે પ્રદર્શનકારીઓ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કિસાનોને કૃષિ કાયદાના ફાયદા ગણાવશે સરકાર
તો કેન્દ્ર સરકારે હવે નવા કૃષિ કાયદા પર ખેડૂતોના ભ્રમને તોડવાની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે દેશભરમાં લોકોની વચ્ચે પહોંચીને કૃષિ કાયદાના ફાયદા ગણાવશે. પાર્ટી આ માટે આશરે 100 બેઠકોનું આયોજન કરશે. જેમાં તે કેન્દ્રએ બનાવેલા કૃષિ કાયદાના પક્ષમાં પ્રચાર કરશે.
પીએમ મોદીએ કિસાનોને કૃષિ મંત્રીને સાંભળવાની અપીલ કરી
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ શુક્રવારે એક ટ્વીટ કરી કિસાનોને કૃષિ મંત્રીની વાત સાંભળવાની અપીલ કરી છે. તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રી અને વાણિજ્ય મંત્રીની પત્રકાર પરિષદની લિંક શેર કરીને લખ્યુ કે, 'મંત્રીમંડળના મારા બે સહયોગી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલે કૃષિ કાયદા અને કિસાનોની માંગોને લઈને વિસ્તારથી વાત કરી છે. એકવાર તેને જરૂર સાંભળવી જોઈએ.'
આ પણ વાંચોઃ RSS પ્રમુખ મોહન ભાગવત આજથી બે દિવસ બંગાળના પ્રવાસે, મમતાના ગઢમાં આ વર્ષે બીજી યાત્રા
ભારતીય કિસાન યૂનિયને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
આ વચ્ચે ભારતીય કિસાન યૂનિયને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે, જેમાં નવા કૃષિ કાયદાને આપદા ગણાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં કિસાનોના આંદોલનને રસ્તાથી હટાવી અને અન્ય સ્થાને લઈ જવાની અરજી હજુ પેન્ડિંગ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube