RSS પ્રમુખ મોહન ભાગવત આજથી બે દિવસ બંગાળના પ્રવાસે, મમતાના ગઢમાં આ વર્ષે બીજી યાત્રા

ઓગસ્ટ 2019  બાદ ભાગવતની આ પાંચમી બંગાળ યાત્રા છે. તેમનું ધ્યેય સંગઠનને બ્લોક સ્તર પર મજબૂત કરવાનું છે. આ પહેલા તેઓ 2019માં 1 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 19 સપ્ટેમ્બર અને 2020મા 22 સપ્ટેમ્બરે બંગાળની યાત્રા કરી ચુક્યા છે. 

RSS પ્રમુખ મોહન ભાગવત આજથી બે દિવસ બંગાળના પ્રવાસે, મમતાના ગઢમાં આ વર્ષે બીજી યાત્રા

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળ જવાના છે. તે પહેલા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવન 12 ડિસેમ્બર શનિવારે પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે જશે. ઓગસ્ટ 2019 બાદ આ તેમનો પાંચમો બંગાળ પ્રવાસ છે. 

ભાગવત પોતાના કોલકત્તા પ્રવાસ દરમિયાન રાજ્યના યુવા મેધાવિયો સાથે મુલાકાત કરશે. ભાગવત આ દરમિયાન રાજ્યના યુવાઓને મળશે જે સ્પેસ રિસર્ચ, નાસા, માઇક્રોબ્રાયોલોજી, મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં સિદ્ધિ હાસિલ કરી પરત ભારત આવી, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. 

ઓગસ્ટ 2019  બાદ ભાગવતની આ પાંચમી બંગાળ યાત્રા છે. તેમનું ધ્યેય સંગઠનને બ્લોક સ્તર પર મજબૂત કરવાનું છે. આ પહેલા તેઓ 2019માં 1 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 19 સપ્ટેમ્બર અને 2020મા 22 સપ્ટેમ્બરે બંગાળની યાત્રા કરી ચુક્યા છે. ભાગવતની યાત્રા અમિત શાહના 19 ડિસેમ્બરના પ્રવાસ પહેલા થઈ રહી છે. તેવામાં આ યાત્રા રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પ્રમાણે મહત્વની માનવામાં આવી રહી છે. 

સંઘની હાજરી 1939થી બંગાળમાં રહી છે પરંતુ વામપંથના 34 વર્ષના કાર્યકાળમાં સંઘનો પ્રભાવ વ્યાપક થઈ શક્યો નથી. 2011મા વામપંથી સરકાર ગયા બાદ અને 2014મા કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ સંઘ સતત બંગાળમાં પોતાની પકડ મજબૂત બનાવવામાં લાગેલું છે.

મહત્વનું છે કે આ પહેલા હાલમાં ભાજપના અધ્યક્ષ નડ્ડા પણ બંગાળના પ્રવાસ પર હતા. આ દરમિયાન તેમના કાફલા પર હુમલો થયો હતો. આ ઘટના બાદથી ભાજપે ટીએમસીના મમતા બેનર્જીને ઘેરવાનું શરૂ કરી દીધું છે. અમિત શાહ આ મામલાને લઈ પોતાના પ્રવાસ દરમિયાન બેઠક કરશે. તેમણે મમતા બેનર્જી પાસે નડ્ડાની સુરક્ષામાં થયેલી ચુકને લઈને જવાબ પણ માગ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news