નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 12માં દિવસે પણ ચાલુ છે. ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે અને સરકાર પાસે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર Singhu border પર પોતાની આખી કેબિનેટ સાથે ખેડૂતોને મળવા માટે પહોંચ્યા. કેજરીવાલ સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ ખેડૂતોને આશ્વાસન આપતા જોવા મળ્યા. કેજરીવાલે ખેડૂતો સાથે મુલાકાત કરી અને ત્યાં સુવિધાઓની સમીક્ષા કરી તથા ખેડૂતોને કહ્યું કે તેમની સરકાર ખેડૂતોની સેવાદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન પર Sunny Deol નું મોટું નિવેદન, જાણો શું કહ્યું?


અમે તમારા સેવાદાર-કેજરીવાલ
કેજરીવાલે ખેડૂતોની તમામ માગણીઓનું સમર્થન કરતા કહ્યું કે તેમની સરકાર ખેડૂતોની ચાકર છે. તેમણે કહ્યું કે ખેડૂતોનો મુદ્દો અને તેમની માગણી યોગ્ય છે. હું અને મારી પાર્ટી તેમના પડખે છીએ. ખેડૂતોનું આંદોલન શરૂ થયું તે સમયે દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલમાં બદલવાની મંજૂરી માંગી હતી. મારા પર દબાણ સર્જ્યુ હતું પરંતુ મેં મંજૂરી ન આપી. તેમનો પ્લાન હતો, ખેડૂતોને દિલ્હી આવવા દઈશું અને જેલમાં રાખીશું. અમે લોકોએ અમારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને સ્ટેડિયમ વાળી વાત ન સાંભળી.


Farmers Protest: આ મોટા ખેડૂત સંગઠને 'ભારત બંધ'ને ન કર્યો સપોર્ટ, જાણો કયા કારણોથી જાળવ્યું અંતર 


આ વિપક્ષી પાર્ટીઓએ આપ્યું સમર્થન
કોંગ્રેસ, ટીઆરએસ, ડીએમકે, શિવસેના, સપા, એનસીપી, અને આમ આદમી પાર્ટીએ સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત સંગઠનોના ભારત બંધના આહ્વાનને પોતાનું સમર્થન આપ્યું છે. આ વિપક્ષી પાર્ટીઓ અગાઉ શનિવારે પણ તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, અને ડાબેરી પક્ષોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ બંધનું સમર્થન કર્યું છે. 


શરદ પવારે  કહ્યું દેશભરમાંથી આવશે લોકો
એનસીપીના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું કે તેઓ ખેડૂતોના પ્રદર્શનને ગંભીરતાથી લે કારણ કે જો ગતિરોધ ચાલુ રહેશે તો ખેડૂત આંદોલન ફક્ત દિલ્હી સુધી સિમિત નહીં રહે પરંતુ દેશભરના લોકો ખેડૂતોના પડખે આવી જશે. 


Farmers Protest: ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ, દિલ્હીની સરહદો પર હજુ પણ ખેડૂતો અડીખમ


ખેડૂતોનું સરકારને અલ્ટીમેટમ
ખેડૂતોએ પણ હવે સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે કે જ્યાં સુધી નવા 3 કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ખતમ નહીં થાય. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર રવિવારે ખેડૂત સંગઠનોની મહત્વની પ્રેસ કોન્ફરન્સ થઈ. જેમાં તેમણે આ સંદેશ આપ્યો. સંગઠનોએ ખેડૂતોને દિલ્હી  કૂચ કરવાની અપીલ પણ કરી છે. 


પીએમ મોદી સાંભળે મન કી બાત
ખેડૂતોએ કહ્યું કે પોતાની માગણીઓ સાથે તેઓ સમાધાન કરવાના નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત તેઓ સાંભળે છે. હવે પીએમ મોદીએ પણ ખેડૂતોના મનની વાત સાંભળવી જોઈએ. ખેડૂત નેતા જગમોહને કહ્યું કે ખેડૂત નેતાઓ વચ્ચે વિચાર-વિમર્શ બાદ એ નક્કી થયું છે કે અમે અમારી માગણીઓ સાથે કોઈ સમાધાન કરશું નહીં. મોદીના મનની વાત અમે સાંભળીએ છીએ, હવે તેમણે અમારા મનની વાત સાંભળવાની છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube