નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (Farm Laws 2020) વિરુદ્ધ કિસાનોનું આંદોલન (Farmers Protest) યથાવત છે. દિલ્હી-એનસીઆરની સરહદો પર કિસાન પ્રદર્શન કરી રહ્યાં છે. શિયાળાની ઠંડી પણ તેના મનોબળને હલાવી શકતી નથી. તો કિસાનોના આંદોલનને કારણે સામાન્ય લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીને સમજતા કિસાનોએ લોકોની માફી માગી છે અને પોતાની મજબૂરી પણ વ્યક્ત કરી છે. કિસાનોનો આ માફીનામાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોનું માફીનામું
આ માફીનામું 'સંયુક્ત કિસાન મોર્ચા' સંગઠનનું જણાવવામાં આવી રહ્યું છે. માફીનામામાં લખ્યું છે, અમને લોકો અન્નદાતા કહે છે. પ્રધાનમંત્રી કહે છે કે અમારા માટે ત્રણ કાયદા ભેટ લઈને આવ્યા છે, અમે કહીએ કે આ ભેટ નહીં સજા છે. અમને ભેટ આપવી હોય તો પાકનું યોગ્ય મૂલ્ય આપવાની કાયદાકીય ગેરંટી  (MSP) આપે. 


ગૃહ મંત્રાલયે વધારી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષા, Z કેટેગરી સાથે મળી બુલેટ પ્રૂફ ગાડી


મહત્વનું છે કે દિલ્હીમાં કિસાન આંદોલનને કારણે ઘણા રસ્તા બંધ છે. દિલ્હીના સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર બંધ છે. રસ્તા બંધ હોવાને કારણે ઘણી જગ્યાએ ડાયવર્ઝન છે. જ્યાં રસ્તો ખુલો છે ત્યાં વધુ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આ વચ્ચે કિસાન એમ્બ્યુલન્સ કે જરૂરી સેવા માટે લોકોને રસ્તો આપી રહ્યાં છે. આ બધી મુશ્કેલીનો જોતા કિસાનોએ માફીનામું જારી કર્યું છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube