ગૃહ મંત્રાલયે વધારી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષા, Z કેટેગરી સાથે મળી બુલેટ પ્રૂફ ગાડી

કૈલાશ વિજયવર્ગીયની પાસે હાલ Z કેટેગરીની સુરક્ષા છે. હવે તે જે ગાડીમાં ચાલશે તેને બુલેટ પ્રૂફ કરી દેવામાં આવી છે. વિજયવર્ગીય પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપના પ્રભારી છે અને સતત રાજ્યમાં પાર્ટી તરફથી મોર્ચો સંભાળી રહ્યાં છે.   

Updated By: Dec 14, 2020, 04:52 PM IST
ગૃહ મંત્રાલયે વધારી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષા, Z કેટેગરી સાથે મળી બુલેટ પ્રૂફ ગાડી

ઈન્દોરઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષા વધારી દીધી છે. પાછલા દિવસોમાં પશ્ચિમ બંગાળના ડાયમંડ હર્બર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિજયવર્ગીયની ગાડી પર હુમલા બાદ હોમ મિનિસ્ટ્રીએ તેની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. ટીએમસી વર્કર્સે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલાને પણ નિશાન બનાવ્યો હતો. કૈલાશ વિજયવર્ગીયની ગાડી પર ફેંકવામાં આવેલા પથ્થરોમાં તેને હાથમાં ઈજા થઈ હતી. 

વિજયવર્ગીયને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા અને બુલેટ પ્રૂફ ગાડી
કૈલાશ વિજયવર્ગીયની પાસે હાલ Z કેટેગરીની સુરક્ષા છે. હવે તે જે ગાડીમાં ચાલશે તેને બુલેટ પ્રૂફ કરી દેવામાં આવી છે. વિજયવર્ગીય પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપના પ્રભારી છે અને સતત રાજ્યમાં પાર્ટી તરફથી મોર્ચો સંભાળી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા ભાજપ પ્રદેશમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. 

આ પણ વાંચોઃ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં ફૂટ્યો કોરોના બોમ્બ, લેબ-લાઈબ્રેરી બધુ બંધ, કેમ્પસમાં લોકડાઉન

પથ્થરમારામાં વિજયવર્ગીયને થઈ હતી સામાન્ય ઈજા
વિજયવર્ગીય અને નડ્ડાના કાફલો જ્યારે ડાયમંડ હાર્બર વિસ્તારથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તાની બંન્ને તરફ ટીએમસીનો ઝંડો લઈ ઉભેલા લોકોએ ઈંટ-પથ્થરથી હુમલો કર્યો હતો. તેમાં એક મોટી ઈંગ વિજયવર્ગીયની ગાડીનો કાંચ તોડી અંદર પડી હતી. ત્યારે તેઓ ડ્રાઇવરની બાજીની સીટ પર બેઠા હતા. તેમણે ખુદને બચાવવા માટે પોતાનો ડાબો હાથ બારી તરફ ક્યો, ત્યારે એક પથ્થર તેમની કોણીમાં વાગ્યો હતો. 

આ પણ વાંચોઃ સમુદ્રમાં તૈનાત થયું આ યુદ્ધ જહાજ, CDS જનરલ બિપિન રાવતે દુશ્મનોને આપી ચેતવણી

ગૃહ મંત્રાલયે 3 આઈપીએસ ઓફિસરોને બંગાળથી દિલ્હી બોલાવ્યા
નડ્ડા અને વિજયવર્ગીય પર ટીએમસી કાર્યકર્તાઓ તરફથી આ હુમલાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત ભાજપના નેતાઓએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા મમતા સરકારની આલોચના કરી હતી. બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે આ ઘટના પર ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલ્યો હતો. ગૃહ મંત્રાલયે કાર્યવાહી કરતા ત્રણ આઈપીએસ અધિકારીઓને બંગાળથી દિલ્હી બોલાવી લીધા હતા. ભાજપ અને ટીએમસી વચ્ચે વધી રહેલા ટકરાવ વચ્ચે અમિત શાહ પણ રાજ્યના પ્રવાસે જવાના છે. તેઓ 19-20 ડિસેમ્બરે બંગાળનો પ્રવાસ કરશે અને ચૂંટણી તૈયારીઓનું નિરીક્ષણ કરશે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube