નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ કાયદા (Farm Laws)  સામે દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ( Farmers Protest) વચ્ચે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ( Narendra Singh Tomar) આજે રાજ્યસભામાં પોતાની વાત રજુ કરી. કૃષિમંત્રીએ કહ્યું કે ભારત સરકાર સતત ખેડૂતો સાથે વાતચીત કરવામાં લાગી છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ત્રણ કૃષિ કાયદામાં સંશોધન માટે તૈયાર છે. પરંતુ સંશોધનનો અર્થ એ નથી કે આ કૃષિ કાયદા ખોટા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ઉલટી ગંગા વહી રહી છે-તોમર
કૃષિમંત્રી (Narendra Singh Tomar) એ કહ્યું કે 'કેન્દ્ર સરકારનો એક્ટ ટેક્સ ખતમ કરે છે જ્યારે રાજ્ય સરકારનો એક્ટ ટેક્સ આપવા પર બાધ્ય કરે છે. જે ટેક્સ લે છે, વધારી રહ્યા છે તો આંદોલન તેમના વિરુદ્ધ થવું જોઈતું હતું કે પછી ટેક્સ ફ્રી કરી રહ્યા છે આંદોલન તેમની વિરુદ્ધ થવું જોઈએ? હવે દેશમાં ઉલટી ગંગા વહી રહી છે.' તેમણે કહ્યું કે 'ભારત સરકાર સંપૂર્ણ રીતે ખેડૂતો પ્રત્યે સમર્પિત છે. ખેડૂત આંદોલન (Farmers Protest)  માટે અમે લોકોએ સતત તેમને સન્માન આપવાની કોશિશ કરી છે. 12 વખત સન્માનપૂર્વક બોલાવીને વાતચીત કરી છે. એક શબ્દ પણ અમે તેમના વિશે આમ તેમ બોલ્યા નથી. સંવેદનશીલતા સાથે વિચાર કર્યો છે. પરંતુ અમે એ જરૂર કહ્યું છે કે તમે જોગવાઈમાં ક્યાં ભૂલ છે, અમારું ધ્યાન આકર્ષિત કરો.'


(Farm Laws) માં કોઈ ભૂલ છે. પરંતુ ખેડૂતો આંદોલન પર છે. આખા એક રાજ્યમાં લોકો ગેરસમજનો શિકાર થયા છે. ખેડૂતોમાં એ વાત અંગે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આ કાયદો તમારી જમીન લઈ લેશે. હું કહું છું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના એક્ટમાં કોઈ પણ એવી જોગવાઈ બતાવો. દુનિયા જાણે છે કે પાણીથી ખેતી થાય છે. લોહીથી ખેતી ફક્ત કોંગ્રેસ (Congress) જ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)  લોહીથી ખેતી કરી શકે નહી.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube