નવી દિલ્હીઃ દિલ્હીની સરહદો પર કિસાનોનું વિરોધ પ્રદર્શન જારી છે. કિસાનોના પ્રદર્શનનો આજે 18મો દિવસ છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શનકારી કિસાનોએ મંગળવારે કેન્દ્ર સરકારના સંશોધનોના પ્રસ્તાવને નકારી દીધા હતા. કિસાન સંગઠનોની માંગ છે કે સરકાર સાથે વાતચીત ત્યારે શક્ય થશે, જ્યારે તે કૃષિ કાયદાને રદ્દ કરે. આ વચ્ચે કિસાન સંગઠનોએ જાહેરાત કરી કે તે દિલ્હી બોર્ડર પર કાલ એટલે કે 14 ડિસેમ્બરે દિવસભર અનશન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધુ બોર્ડર પર આયોજીત પત્રકાર પરિષદમાં કિસાન નેતાઓએ જણાવ્યું કે, પોતાના આંદોલનને લઈને તેના નેતાઓની બેઠક થઈ છે, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કિસાન સિંધુ, ટિકરી, પલવલ, ગાઝીપુર સહિત તમામ નાકા પર અનશન પર બેસવાના છે. આ બધા સ્થળો પર કિસાન નેતા અનશન કરશે. 


કિસાન નેતા ગુરનામ સિંહ ચિડોનીએ કહ્યુ કે, કિસાન કાલે સવારે 8થી સાંજે 5 કલાક સુધી એક દિવસીય અનશન પર રહેશે. ધરણા બધા જિલ્લા મુખ્યાલયો પર આયોજીત થશે. કિસાન નેતા શિવ કુમાર કક્કાએ કહ્યુ કે, અમારૂ વલણ સ્પષ્ટ છે. અમે ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માગ કરીએ છીએ. બધા કિસાન નેતા સાથે છે. 


આ પણ વાંચોઃ કૃષિ બિલના સમર્થનમાં ઉત્તરાખંડના કિસાન, નરેન્દ્ર સિંહ તોમર સાથે કરી મુલાકાત  


સરકાર સાથે વાત કરવા કરશું સમિતિની રચનાઃ ટિકૈત
તો સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદમાં કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારે નજર રાખવાની જરૂર છે જેથી કોઈ ખોટા તત્વ અમારી વચ્ચે ન હોય. અમારા બધા યુવાઓએ સતર્ક રહેવાની જરૂર છે. જો સરકાર વાત કરવા ઈચ્છે છે તો અમે એક સમિતિની રચના કરીશું અને આગળનો નિર્ણય કરીશું. 


વીએમ સિંહના નિવેદનને નકાર્યુ
કિસાન નેતાઓના જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે અખિલ ભારતીય કિસાન સંગર્ષ સમન્યવ સમિતિના રાષ્ટ્રીય કાર્ય સમૂહ વીએમ સિંહના મીડિયામાં આપેલા એક નિવેદનથી ખુદને અલગ કરે છે. નિવેદન ન તો એઆઈકેએસસીસી દ્વારા કાયદેસર હતું અને ન તેણે નિર્ણય લેવા વર્કિંગ ગ્રુપના પ્રોટોકોલનું પાલન કર્યુ હતું.  AIKSCCના વર્કિંગ ગ્રુપે પોતાની વાતને પુનરાવર્તિત કરી કે તે કિસાનોની માંગની સાથે છે અને તે એમએસપીની ગેરંટી ઈચ્છે છે. 


આ પણ વાંચોઃ Farmers Protest: અમિત શાહ ફરી એક્ટિવ, પંજાબ ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત  


કેજરીવાલ કરશે એક દિવસનો ઉપવાસ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) કિસાનોના સમર્થનમાં કાલે (સોમવાર) એક દિવસનો ઉપવાસ રાખશે. તેમણે લોકોને ઉપવાસ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બધા લોકો પોતાના ઘરમાં એક દિવસનો ઉપવાસ રાખે અને કિસાનોની માંગનું સમર્થન કરે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, દેશના ઘણા ખેલાડીઓએ કિસાનોનું સમર્થન કર્યું છે, શું તે એન્ટી નેશનલ છે? શું દેશના વકીલ, વ્યાપારી એન્ટી નેશનલ છે? અન્ના હજારેના આંદોલન દરમિયાન કોંગ્રેસની સરકાર બદનામ કરતી હતી, તેજ રીતે કિસાન આંદોલનને બીજેપી બદનામ કરી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube