રાજસ્થાન: કવરપેજ પરથી જોહરની તસ્વીર હટાવવા મુદ્દે કોંગ્રેસ નેતાઓમાં વિવાદ
રાજ્યમાં ગહલોત સરકારની રચના બાદ રાજ્યનાં શિક્ષણ બોર્ડના પુસ્તકમાં પરિવર્તન કર્યું છે. પુસ્તકનાં કવર પેજ પરથી જોહરનું ચિત્ર હટાવવા મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. આ મુદ્દે ભાજપ બાદ કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે પણ આંતરિક મતભેદ જોવા મળી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ નેતા ગોપાલ સિંહ ઇડવાએ રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે પોતાની માહિતી દુરસ્ત કરવા માટેની સલાહ આપી છે. બીજી તરફ પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, કોઇ મંત્રીના બદલવાથી ઇતિહાસ નથી બદલી જતો. ભાજપ બાદ રાજ્યની સત્તાધારી દળનાં નેતા અને સરકારના મંત્રીઓએ પણ પોતાનાં સાથી શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે સલાહ આપી છે.
જયપુર : રાજ્યમાં ગહલોત સરકારની રચના બાદ રાજ્યનાં શિક્ષણ બોર્ડના પુસ્તકમાં પરિવર્તન કર્યું છે. પુસ્તકનાં કવર પેજ પરથી જોહરનું ચિત્ર હટાવવા મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. આ મુદ્દે ભાજપ બાદ કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે પણ આંતરિક મતભેદ જોવા મળી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ નેતા ગોપાલ સિંહ ઇડવાએ રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે પોતાની માહિતી દુરસ્ત કરવા માટેની સલાહ આપી છે. બીજી તરફ પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, કોઇ મંત્રીના બદલવાથી ઇતિહાસ નથી બદલી જતો. ભાજપ બાદ રાજ્યની સત્તાધારી દળનાં નેતા અને સરકારના મંત્રીઓએ પણ પોતાનાં સાથી શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને આ મુદ્દે સલાહ આપી છે.
PM મોદીની 5 વર્ષના કાર્યકાળમાં પહેલી પત્રકાર પરિષદ, કહી મહત્વની વાત
કોંગ્રેસ નેતા મંત્રીને આપી રહ્યા છે સલાહ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકાર બદલાયા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ડોટાસરાએ જોહરની ફોટો શાળાના પુસ્તકનાં કવર પરથી હટાવવાની ભલામણ કરી હતી. ત્યાર બાદ પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા ગોપાલ સિંહ ઇડવાએ શિક્ષણમંત્રી ગોવિંદા સિંહ ડોટાસરાને પોતાનું જ્ઞાન વધારવા માટેની સલાહ આપી દીધી છે.
ચૂંટણીના અંતિમ તબક્કામાં PM મોદી સહિત અનેક દિગ્ગજોનાં ભાગ્યનો નિર્ણય થશે
આનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું
જોહરને ગણાવ્યું ઐતિહાસિક તથ્ય
આ મુદ્દે કોંગ્રેસ નેતા ઇડવાએ કહ્યું કે, જોહર એક ઐતિહાસિક તથ્ય છે જેને ક્યારે પણ નકારી શકાય નહી. તેમણે એમ પણ કહ્યું કે, જે જોહર સંસ્થાનાં કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિથી માંડીને બીજા અનેક પ્રમુખ પ્રબુદ્ધ જન આવી ચુક્યા છે તેને ખોટા ઠેરવી શકાય છે ? તેમણે જોહરને રાજસ્થાનનાં ઇતિહાસનું ગૌરવ ગણાવ્યું હતું.
સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી પરંતુ હું મનથી તેમને ક્યારે માફ નહી કરી શકું: PM મોદી
મંત્રી બદલવાથી ઇતિહાસ નથી બદલી જતો
પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું કે, રાજ્યમાં મંત્રી બદલવાથી ઇતિહાસ બદલાઇ નથી જતો. તેમણે એમ પણ કહ્યું કે, જે ઐતિહાસિક તથ્ય છે તે કોઇ પણ પ્રકારે બદલી શકાય નહી. તેમાં પરિવર્તન ન તો કોંગ્રેસ લાવી શકે છે ન તો ભાજપ ન તો અન્ય કોઇ. તેમણે કહ્યું કે, જોહર અને સતીપ્રથામાં ઘણુ મોટુ અંતર હોય છે જેને તમામ લોકોએ સમજવું જોઇએ.
દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન
ભાજપ પર પણ કોંગ્રેસના મંત્રીઓ વરસી પડ્યા
એમ પણ કહ્યું કે, ભાજપ બિનજરૂરી મુદ્દાઓને મહત્વ આપે છે. સામાન્ય લોકોને રોજગાર અને રોટી તો આપી શકે તેમ નથી બસ બિનજરૂરી વિવાદો પર પણ વિપક્ષી પાર્ટીનું ફોકસ રહ્યું છે. તેમણે કહ્યુ કે, અમે બિનજરૂરી મુદ્દાઓને મહત્વ ન આપવું જોઇએ.