ચૂંટણીના અંતિમ તબક્કામાં PM મોદી સહિત અનેક દિગ્ગજોનાં ભાગ્યનો નિર્ણય થશે
સાતમા અને અંતિમ તબક્કામાં ઉત્તરપ્રદેશની 13 સીટો પર મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા ઉપરાંત અનુપ્રિયા પટેલ, મહેન્દ્રનાથ પાંડેય, આરપીએન સિંહ ભોજપુરી સ્ટાર રવિકિશન સહિત અનેક દિગ્ગજોનાં રાજનીતિનો નિર્ણય થશે
Trending Photos
લખનઉ : લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં ઉત્તરપ્રદેશની 13 સીટો માટે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પુર્ણ થઇ ગયો. આ તમામ સીટો પર મતદાન રવિવારે થશે. આ તબક્કામાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન સહિત અનેક દિગ્ગજોના રાજનીતિક ભાગ્યનો નિર્ણય થશે.
PM મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ
અંતિમ તબક્કામાં 18 મેનાં રોજ જે સીટો પર મતદાન થવાનું છે તેમાં મહારાજાગંજ, ગોરખપુર, બાંસગામ, ઘોસી, કુશીનગર, દેવરિયા, સલેમપુર, વારાણસી, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, રોબર્ટ્સગંજ અને મીર્ઝાપુરનો સમાવેશ થાય છે. આ 13 સંસદીય સીટો પર 2.32 કરોડ મતદાતાઓ છે જે 167 ઉમેદવારોનાં ભાગ્યાનો નિર્ણય કરશે. આ તબક્કા માટે કુલ 13979 મતદાન કેન્દ્ર અને 25874 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે. હવે ઉમેદવાર ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર કરી શકશે. મતગણતરી 23 મેનાં રોજ થશે.
વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ 25 ઉમેદવારો મેદાનમાં છે
વારાણસી સીટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ 25 ઉમેદવાર મેદાનમાં છે. જો કે કોઇ ઉમેવાર તેમાં સીધી ટક્કર લેતા નથી જોવા મળ્યા. અહીંથી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના લડવાની ચર્ચા હતી. જો કે ત્યાર બાદ કોંગ્રેસે પોતાનાં જુના ઉમેદવાર અજય રાયે ટિકિટ આપી. ગઠબંધન (સપા)એ બસપાના બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમનું ઉમેદવારી પત્ર રદ્દ થયા બાદ શાલિની યાદવને ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. વારાણસીમાં વડાપ્રધાનની ચૂંટણી મેદાનમાં થનારા આસપાસની સીટો પર લાભ મળવાની ભાજપને આશા છે. વારાણસીમાં વડાપ્રધાન મોદીની જીતના અંતર મુદ્દે ચર્ચા જોર પકડી રહી છે.
ગોરખપુરમાં ગઠબંધનનો પડકાર
ગોરખપુર લોકસભા સીટને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. આ સીટ ગત્ત લગભગ 29 વર્ષોથી ભાજપ પક્ષે રહી છે. જો કે 2018માં યોજાયેલ પેટા ચૂંટણીમાં સમાજવાદી અને બહુજન સમાજપાર્ટી ગઠબંધનના ઉમેદવાર પ્રવીણ નિષાદે આ સીટ પર જીત પ્રાપ્ત કરી હતી. આ વખતે ભાજપ અહીંથી ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિકિશનને ઉમેદવાર બનાવ્યા છે.
ગઠબંધને અહીંથી રામભુઆલ નિષાદને મેદાનમાં ઉતાર્યા છે. રામભુઆલ પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી અને બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. પછાતો વચ્ચે મજબુત પકડ ધરાવતા નેતા રામભુઆલ ભાજપને કડક ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસનાં ટિકિટ પર ચૂંટણી લડી રહેલા મધુસુદન ત્રિપાઠીના ત્રિકોણીય બનાવવાનાં નામ, યોગીનાં કામ અને ગોરખપુરનાં બે વર્ષમાં તરક્કીના પાયા પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ગઠબંધને જાતીગત સમીકરણને મજબુત ગો બિછાવેલી છે. આ સીટ પર મુખ્યમંત્રી યોગીની પ્રતિષ્ઠા દાંવ પર છે.
ચંદોલીમાં યુપી ભાજપ અધ્યક્ષની રાહ મુશ્કેલ
ચંદોલીમાં યુપી ભાજપ અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર નાથ પાંડેય 2014માં ભલે મોદી લહેરમાં જીતાયેલી હોય, જો કે આ વખતે તેમનો રસ્તો સરળ નથી દેખાઇ રહ્યા. બનારસ જિલ્લાની બે વિધાનસભા સીટોને સમાવેશ કરી બંન્ને સંસદીય ક્ષેત્રએ સપાએ સંજય ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી બાબુ સિંહ કુશવાહાની પત્ની શિવકન્યા કુશવાહાને મેદાનમાં ઉતાર્યા છે. પાંડેયને સપા-બસપા ગઠબંધનથી પડકાર મળી રહ્યો છે. જો કે ગઠબંધનમાં સ્થાનિક કલહ અને પાંડેય દ્વારા કરાવાયેલ કાર્ય તેમને મજબુતી આપી રહ્યું છે.
મિર્ઝાપુરમાં ત્રિકોણીય મેચ
અનુપ્રિયા પટેલ મિર્ઝાપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ગઠબંધન સપાની ટિકિટ પર રાજેન્દ્ર એસ. બિંદ ચુંટણી મેદાનમાં છે. કોંગ્રેસ લલિતેશ પતિ ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે. આ તબક્કામાં કુશીનગરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહની કિસ્મતનો નિર્ણય પણ થવાનો છે. અહીંથી ભાજપે વિજય દુબેને ટિકિટ આપી છે, જ્યારે ગઠબંધન તરફથી સપાના નથુની પ્રસાદ કુશવાહા ચુંટણી મેદાનમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે