દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન

હું ધરપકડથી નથી ગભરાતોપરંતુ મને ચૂંટણી પ્રચાર કરવાનો છે, જો મારી ધરપકડથી સંતોષ થાય તો કરવા દો

દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન

ચેન્નાઇ : હિંદુ અતિવાદીઓનાં નિવેદનમાં ઘેરાયેલા  અભિનેતા કમલ હાસને શુક્રવારે કહ્યું કે, દરેક ધર્મમાં આતંકવાદીઓ હોય છે. અને કોઇ પણ પોતાનાં ધર્મના શ્રેષ્ઠ હોવાનો દાવો કરી શકે નહી. મક્કલ નીધિ મય્યમ (MNM) પ્રમુખે કહ્યું કે, તેમણે ધરપકડથી ડર નથી લાગતો પરંતુ તેમણે સાથે જ ચેતવણી આપી કે આ પ્રકારની કાર્યવાહીથી તણાવ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુએ કહ્યું કે, કરુકનાં અરાવાકુરિચમાં હાસનની ટિપ્પણી પર જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઇઓ) પાસે એક અહેવાલ માંગવામાં આવ્યો છે. 

દરેક ધર્મના આતંકવાદી હોય છે
એમએનએમ સંસ્થાપકે કહ્યું કે, અરાવાકુરિચી વિધાનસક્ષા વિસ્તારની પેટા ચૂંટણી માટે રવિવારે પ્રચાર અભિયાન દરમિયાન જે નિવેદન આપ્યું તે પહેલીવાર નહોતું. તેમણે કહ્યું કે, દરેક ધર્મમાં આતંકવાદી હોય છે. જે દેખાડે છે કે દરેક ધર્મમાં અંતિમવાદીઓ હોય છે. આ નિવેદન મુદ્દે કુરૂર જિલ્લાનાં અરાવાકુરિચીમાં તેમની વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ બાદ હાસનના આગોદરા જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે. 

સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી
કમલ હાસને કહ્યું કે, તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચેન્નાઇમાં પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું પરંતુ હવે આવા નિવેદન પર તે લોકો ધ્યાન આપી રહ્યા છે જેમનો આત્મવિશ્વાસ ડગમગી ચુક્યો છે. હાસને કહ્યું કે, હું તે જણાવવા માંગુ છું કે આતંકવાદી દરેક ધર્મમાં હોય છે. દરેક ધર્મમાં આતંકવાદી હોય છે અને અમે આ દાવો નથી કરી શકતા કે અમારો ધર્મ શ્રેષ્ઠ છે અને અમે એવું નથી કર્યું. ઇતિહાસ તમને જણાવે છે કે અતિવાદી તમામ ધર્મોમાં હોય છે. હાસે કહ્યું કે, રવિવારે તેમણે જે ભાષણ આપ્યું હતું, તેમાં તેમણે સદ્ભાવના જાળવી રાખવા અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. 

હું ધરપકડથી નથી ગભરાતો
હાસને કહ્યું કે, હું ધરપકડથી જરા પણ નથી ગભરાતો, પરંતુ મને ચૂંટણી પ્રચાર કરવાનો છે. તેમણે મારી ધરપકડથી સંતોષ મળતો હોય તો ભલે એમ. પરંતુ જો તેઓ મારી ધરપકડ કરે છે તો તણાવ વધશે. આ મારી અપીલ નહી પરંતુ સલાહ છે. સાહે કહ્યું કે, આ મુદ્દે ડીઇઓને એક રિપોર્ટ માગંવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કમલ હાસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી ચુકી છે અને પોલીસે અમને અવગત કરાવ્યા કે રાજનીતિક દળોને પણ જ્ઞાપન સોંપ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news