આનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું

ભોપાલ સીટ પર ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર દ્વારા મહાત્મા ગાંધીના હત્યાના નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે

આનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું

મુંબઇ : માલેગાંવ વિસ્ફોટ મુદ્દે આરોપી અને ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા અંગે ઉદ્યોગ જગતે પણ નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્યોગપતિ આનંદ મહિંદ્રાએ શુક્રવારે કહ્યું કે, મહાત્મા ગાંધીનો વારસો અમારા માટે પવિત્ર છે અને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ તાલિબાદ દ્વારા અફઘાનિસ્તાનમાં મુર્તી તોડવાનાં કૃત્ય જેવું છે. 

— anand mahindra (@anandmahindra) May 17, 2019

ભોપાલ સીટ પર ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના કારણે થયેલા વિવાદ વચ્ચે મહિંદ્રાએ એક ટ્વીટમાં આ ટીપ્પણી કરી. પોતાની વાત સીધી કરવા માટે જાણીતા ઉદ્યોપતિએ કહ્યું કે, 75 વર્ષથી ભારત મહાત્માની ભુમિ રહ્યું છે. તેઓ એક મશાલની જેવા છે. વિશ્વએ જ્યારે પોતાની નૈતિકતા ગુમાવી દીછી, અમે ગરીબીમાં ધકેલી દેવામાં આવ્યા, પરંતુ ત્યારે પણ આપણે અમીર હતા કારણ કે આપણી પાસે બાપુ હતા, તેમણે સમગ્ર વિશ્વમાં અબજો લોકોને પ્રેરિત કર્યા. 

PM મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ
પ્રજ્ઞાનું નામ લીધા વગર તેમનાં નિવેદનનો સંદર્ભ આપ્યા વગર આનંદ મહિંદ્રાએ કહ્યું કે, કેટલીક વસ્તુઓ હંમેશા પવિત્ર રહેવા દેવી જોઇએ. અમે પ્રેરિત કરનારા ભરોસો આપનારી મુર્તિઓને તબાહ કરતા એક દિવસ તાલિબાન બની જશે. આ ટ્વીટને થોડા કલાકમાં 8 હજાર કરતા વધારે રિટ્વીટ કરવામાં આવ્યું. નીતિ પંચના સીઇઓ અમિતાભ કાંતે પણ તેને રિટ્વીટ કર્યું. 

અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પ્રજ્ઞાએ માફી માંગી લીધી છે, પરંતુ હું પોતાના મનથી ક્યારે તેમને માફ નહી કરી શકું. મોદીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મહાત્મા ગાંધી અંગે અથવા ગોડસે પર જે પણ વાતો કરવામાં આવી. આ પ્રકારે જે પણ નિવેદન આપ્યા છે તે ખુબ જ ખરાબ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news