નગરકુરનૂલ: ગુરુવારે મોડી રાતે તેલંગણામાં નગરકુરનૂલના શ્રીશૈલમ લેફ્ટ બેંક હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટના પેનલ બોર્ડમાં ભયંકર આગ લાગવાના કારણે લગભગ 9 લોકો ફસાઈ ગયા છે. જેમને રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવવાની કોશિશ થઈ રહી છે. જો કે આગ લાગી ત્યારે કુલ 17 લોકો કામ કરતા હતાં. જેમાંથી 8 લોકોને બચાવી લેવાયા છે. 


આંધ્ર પ્રદેશ: ચિત્તૂર જિલ્લામાં હટસન ડેરી પ્લાન્ટમાં ગેસ લીક, અનેક મહિલાઓ બેભાન થઈ ગઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગણાના ઉર્જામંત્રી જગદીશ્વર રેડ્ડી રેસ્ક્યુ ઓપરેશનને મોનિટરિંગ કરી રહ્યાં છે. પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મીઓ આગ લાગી ત્યાં જવાની કોશિશ કરી રહ્યાં છે. આ જગ્યા જમીનની નીચે છે. જો કે ધૂમાડાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. 


Covid-19: કોરોના પર દિલ્હીથી આવ્યા સારા સમાચાર, Sero Survey થી થયો આ મહત્વનો ખુલાસો


અત્રે જણાવવાનું કે શ્રીશૈલમ લેફ્ટ બેંક હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યની બોર્ડર પર સ્થિત છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube