દિલ્હી: બેટરીની ફેક્ટરીમાં લાગી આગ, ધમાકાથી બિલ્ડીંગ ધરાશાયી, ફાયરબ્રિગેડરો ફસાયા
દિલ્હી (Delhi)ના પીરાગઢી વિસ્તારની એક બેટરીની ફેક્ટરીમાં (Factory) આગ લાગી છે. ફાયર બ્રિગેડની 30 ગાડીઓ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. તમને જણાવી દઇએ કે આગમાં ઘણા લોકો ફસાયા છે જેમાં કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ પણ છે.
નવી દિલ્હી: દિલ્હી (Delhi)ના પીરાગઢી વિસ્તારની એક બેટરીની ફેક્ટરીમાં (Factory) આગ લાગી છે. ફાયર બ્રિગેડની 30 ગાડીઓ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. તમને જણાવી દઇએ કે આગમાં ઘણા લોકો ફસાયા છે જેમાં કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ પણ છે.
એનડીઆરએફની ટીમને પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે બોલાવવામાં આવી છે. બેટરીની ફેક્ટરીની આસપાસની બિલ્ડીંગો ખાલી કરાવી દેવામાં આવી છે. બેટરની ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગ સતત વધી રહી છે. તમને જણાવી દઇએ કે એક બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. બ્લાસ્ટના લીધે બિલ્ડીંગનો એક ભાગ તૂટી ગયો છે.
આગની ઘટનાઓ સર્જાઇ છે. 26 ડિસેમ્બરના રોજ ઇસ્ટ દિલ્હીના કૃષ્ણા નગર (Krishna Nagar )ના એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરકર્મીઓની સૂઝબૂઝના લીધે 40થી વધુ લોકોને સકુશળ રેક્સ્યૂ કરી દેવામાં આવ્યા હતા. 23 ડિસેમ્બરના રોજ કિરાડી વિસ્તારમાં એક કપડાંના ગોડાઉનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે.
આ પહેલાં રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડી વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 43 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 60 લોકોને ઇજા પહોંચી હતી. આ દિલ્હીના સૌથી મોટા અગ્નિકાંડમાંથી એક હતો. તે પહેલાં 13 જૂન 1997ના રોજ દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તાર સ્થિત ઉપહાર સિનેમામાં આવી જ ઘટના સર્જાઇ હતી, જેમાં 59 લોકોના મોત નિપજ્યા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube