First Lunar Eclipse of 2021: આ દિવસે જોવા મળશે 2021 નું પહેલું ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિના થશે ઘન લાભ
ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) એક ખગોળીય ઘટના છે. વિજ્ઞાનનું માનીએ તો જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે તો ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની છાયામાં જતો રહે છે, અને તેને ચંદ્ર ગ્રહણ કહેવાય
નવી દિલ્હી: ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) એક ખગોળીય ઘટના છે. વિજ્ઞાનનું માનીએ તો જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે તો ચંદ્ર પૃથ્વીની એકદમ પાછળ તેની છાયામાં જતો રહે છે, અને તેને ચંદ્ર ગ્રહણ કહેવાય છે. આ માત્ર પૂનમના દિવસે જ થયા છે. જ્યારે ચંદ્ર પૂર્ણ થયા છે. ખગોળીય ઘટના ઉપરંત જ્યોતિષમાં પણ ચંદ્ર ગ્રહણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
26 મે ના રોજ પ્રથમ ચંદ્રગ્રહણ
હિન્દુ કેલેન્ડર અને જ્યોતિષની ગણતરી મુજબ વર્ષ 2021 નું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમાના દિવસે બુધવારે 26 મે ના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ છાયા ચંદ્રગ્રહણ હશે. 26 મી મેના ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ દિવસના 2.17 વાગ્યે અને ગ્રહણ સાંજે 7.19 વાગ્યે થશે.
આ પણ વાંચો:- સૂર્યાસ્ત સમયે ભૂલેચૂકે આ કામ ન કરવા, નહીં તો પૈસે ટકે પાયમાલ થઈ જશો, સ્વાસ્થ્ય પણ બગડશે
નહીં હોય ગ્રહણનો સૂતક કાળ
ભારતના સમય મુજબ, આ ચંદ્રગ્રહણ (lunar eclipse 2021) દિવસ દરમિયાન થશે તેથી તે ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ આખા ભારતમાં જોવા મળશે નહીં, તેથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. સુતક માન્ય ન હોવાથી મંદિરના દરવાજા બંધ રહેશે નહીં અને શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે નહીં.
આ પણ વાંચો:- UNESCO ની યાદીમાં આપણાં આ બે સ્થળોનો થયો સમાવેશ, ભારત માટે ગૌરવની વાત
ક્યાં-ક્યાં જોવા મળશે પ્રથમ ચંદ્રગ્રહણ
26 મી મેના રોજ ચંદ્રગ્રહણ જાપાન, સિંગાપોર, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, બર્મા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ફિલિપાઇન્સ, પેસિફિક અને હિંદ મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી યુરોપના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. પરંતુ ભારતમાં આ ગ્રહણ છાયા જેવું દેખાશે.
આ પણ વાંચો:- Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડેડ કિંમતથી 5,000 રૂપિયા સસ્તુ થયું ગોલ્ડ
આ રાશિ પર થશે સીધી અસર
હિન્દુ કેલેન્ડર મુજબ 26 મેના રોજ થનાર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં રહેશે. આને કારણે, આ ગ્રહણની સૌથી વધુ અસર આ રાશિના લોકો પર પડશે. વૃશ્ચિક રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન વિશેષ કાળજી લેવી પડશે. મેષ, કર્ક, કન્યા અને મકર રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ અત્યંત શુભ રહેશે અને તેમની સંપત્તિમાં વધારો થશે.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube