સૂર્યાસ્ત સમયે ભૂલેચૂકે આ કામ ન કરવા, નહીં તો પૈસે ટકે પાયમાલ થઈ જશો, સ્વાસ્થ્ય પણ બગડશે

વેદ અને શાસ્ત્રોમાં જ્ઞાનની વાતોની સાથે સાથે રોજબરોજના જીવનમાં અને આદતો અંગે પણ માર્ગદર્શન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ વ્યક્તિનું દરેક કામ તેના જીવન પર અસર કરે છે.

સૂર્યાસ્ત સમયે ભૂલેચૂકે આ કામ ન કરવા, નહીં તો પૈસે ટકે પાયમાલ થઈ જશો, સ્વાસ્થ્ય પણ બગડશે

નવી દિલ્હી: વેદ અને શાસ્ત્રોમાં જ્ઞાનની વાતોની સાથે સાથે રોજબરોજના જીવનમાં અને આદતો અંગે પણ માર્ગદર્શન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ વ્યક્તિનું દરેક કામ તેના જીવન પર અસર કરે છે. આથી આ ગ્રંથોમાં લોકોની ખાણી પીણી, રહેણી કરણી, વર્તન વ્યવહાર જેવા અનેક પહેલુંઓ પર વાત કરવામાં આવી છે. જે મુજબ સાંજે કેટલાક કામો કરવા વર્જિત છે. જો લોકો સૂર્યાસ્ત સમયે આ કામ કરે તો તેમને પૈસે ટકે નુકસાન થવાની ભીતિ રહે છે. આ સાથે જ સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર પડે છે. 

- સૂર્યાસ્ત સમયે ભૂલેચૂકે ભોજન ન કરો. મનુસંહિતા મુજબ આ સમયે ભોજન કરવાથી વ્યક્તિને આગામી જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે. 
- સાંજના સમયે બીમાર લોકો અને બાળકો સિવાય કોઈ પણ સ્વસ્થ વ્યક્તિએ સૂવું જોઈએ નહીં. સાંજના સમયે સૂઈ જવાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે. આ ઉપરાંત વ્યક્તિ બીમાર પણ થાય છે. 
- એજ રીતે સાંજના સમયે કોઈને પણ પૈસા ઉધાર આપવા જોઈએ નહીં. એવું કહેવાય છે કે આ સમયે ધન કોઈને આપવાથી લક્ષ્મી દેવી નારાજ થઈને ઘરમાંથી જતી રહે છે. 
- આ સમયનો ઉપયોગ ધ્યાન અને સાધનામાં કરો. કારણ કે સૂર્યાસ્ત દિવસ અને રાતનો સંધિકાળ હોય છે. આથી આ સમય ધ્યાન અને સાધનાનો સમય ગણાવવામાં આવ્યો છે. આ સમયે ભૂલેચૂકે શારીરિક સંબંધ ન બાંધવા. કારણ કે આ સમયે ગર્ભધારણ થાય તો સંતાન સંસ્કારી બનતું નથી અને પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. 
- સૂર્યાસ્ત સમયે અધ્યયનની જગ્યાએ ધ્યાન જ ધરો. શાસ્ત્રોમાં સાંજના સમયે વેદ અને શાસ્ત્રોનું અધ્યયન કરવાની મનાઈ ફરમાવી છે. આ સમય માત્ર ધ્યાન અને સાધના માટે જ હોવો જોઈએ. 

( ખાસ નોંધ- આ લેખમાં અપાયેલી સૂચના સામાન્ય જાણકારી અને માન્યતા પર આધારિત છે. ઝી ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news