ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો થતા જ સરકારે તાબડતોબ લીધો મોટો નિર્ણય
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે બ્રિટનથી ભારત આવનારી અને જનારી તમામ પ્રકારની ફ્લાઈટ્સના અસ્થાયી સસ્પેન્શનને વધારવાનો નિર્ણય લેવાયો છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસ જોતા કેન્દ્ર સરકારે બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ્સ પર જે પ્રતિબંધ મૂક્યો હતો તેને 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે બ્રિટનથી ભારત આવનારી અને જનારી તમામ પ્રકારની ફ્લાઈટ્સના અસ્થાયી સસ્પેન્શનને વધારવાનો નિર્ણય લેવાયો છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ સરકારે ફ્લાઈટ્સ પર 31 ડિસેમ્બર 2020 સુધી પ્રતિબંધ મૂક્યો હતો.
કોરોનાના નવા સ્ટ્રેનથી આ રાજ્યમાં હડકંપ, બ્રિટનથી આવેલા 565 લોકોની કોઈ ભાળ ન મળતા સરકાર ચિંતાતૂર
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના 20 કેસ
બ્રિટનથી મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના અત્યાર સુધી ભારતમાં 20 કેસ મળી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ તમામ લોકો બ્રિટનથી પાછા ફર્યા હતા. મંગળવારે ભારતમાં નવા સ્ટ્રેનના 6 દર્દીઓ મળ્યા હતા. જેની સંખ્યા વધીને હવે 20 થઈ છે.
ફ્લાઈટ્સની બહાલી પર પછીથી લેવાશે નિર્ણય
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને કહ્યું કે ' 7 જાન્યુઆરી 2021 સુધી બ્રિટનથી આવનારી અને જનારી તમામ પ્રકારની ફ્લાઈ્ટસના temporary suspension ને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ કડકાઈપૂર્વક ફ્લાઈટ્સની બહાલી થશે, જેના માટે વિવરણ જલદી જાહેર કરવામાં આવશે.'
Shocking! પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો ખાસ વાંચે આ ચોંકાવનારો કિસ્સો
આ દેશોમાં અત્યાર સુધીમાં ફેલાઈ ચૂક્યો છે કોરોનાનો નવો સ્ટ્રેન
અત્રે જણાવવાનું કે સૌથી પહેલા કોરોના વયારસના નવા સ્ટ્રેનની પુષ્ટિ બ્રિટનમાં થઈ હતી. ત્યારબાદ તે ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. નવા સ્ટ્રેનના કેસ અત્યાર સુધીમાં બ્રિટન, ભારત, અમેરિકા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, લેબનોન, સિંગાપુર અને નાઈજીરિયામાં મળી ચૂક્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રીકામાં પણ કોરોનાનો એક નવો સ્ટ્રેન મળ્યો છે. જે બ્રિટનમાં મળી આવેલા નવા સ્ટ્રેન કરતા બિલકુલ અલગ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube