કોરોનાના નવા સ્ટ્રેનથી આ રાજ્યમાં હડકંપ, બ્રિટનથી આવેલા 565 લોકોની કોઈ ભાળ ન મળતા સરકાર ચિંતાતૂર

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રીએ એકવાર ફરીથી ટેન્શન વધારી દીધુ છે. બ્રિટનમાં મળી આવેલા કોરોનાનો નવો સ્ટ્રેન યુપીની બે વર્ષની બાળકીમાં જોવા મળ્યો અને ત્યારબાદ પ્રદેશમાં તો જાણે હડકંપ મચી ગયો છે. 

કોરોનાના નવા સ્ટ્રેનથી આ રાજ્યમાં હડકંપ, બ્રિટનથી આવેલા 565 લોકોની કોઈ ભાળ ન મળતા સરકાર ચિંતાતૂર

લખનઉ: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus New Strain)ના નવા સ્ટ્રેનની એન્ટ્રીએ એકવાર ફરીથી ટેન્શન વધારી દીધુ છે. બ્રિટનમાં મળી આવેલા કોરોનાનો નવો સ્ટ્રેન યુપી (Uttar Pradesh) ની બે વર્ષની બાળકીમાં જોવા મળ્યો અને ત્યારબાદ પ્રદેશમાં તો જાણે હડકંપ મચી ગયો છે. 

યુપીના તમામ જિલ્લાઓમાં અલર્ટ
યુકેથી ઉત્તર પ્રદેશ આવેલી બે વર્ષની બાળકીમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા રાજ્યના તમામ જિલ્લાને અલર્ટ કરી દેવાયા છે. કોરોનાના  બદલાયેલા સ્ટ્રેનનો રાજ્યમાં આવેલા પહેલા કેસથી સ્વાસ્થ્ય વિભાગ હાઈ અલર્ટ પર છે. કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવવા માટે તમામ ડીએમને નિર્દેશ મોકલી દેવાયા છે. 

કોવિડ કંટ્રોલ રૂમ દ્વારા નિગરાણી
કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવવા માટે તમામ ડીએમ (DM)ને નિર્દેશ આપી દેવાયા છે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે સ્વાસ્થ્ય મહાનિદેશક ડો. ડીએસ નેગી સ્ટેટ કોવિડ કંટ્રોલ રૂમ (Covid Control Room) દ્વારા તમામ જિલ્લાની નિગરાણી કરવામાં આવી રહી છે. 

યુકેથી પાછા ફર્યા 1655 લોકો
પ્રદેશમાં યુકેથી કુલ 1655 લોકો પાછા ફર્યા છે અને અત્યાર સુધીમાં 1090 લોકો ટ્રેસ કરી લેવાયા છે. 565 લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે અને તેમના ઘરના એડ્રસના આધારે તેમને શોધવાનું કામ થઈ રહ્યું છે. 

565 લોકોની શોધ ચાલુ 
પ્રદેશમાં અત્યાર સુધીમાં યુકેથી પાછા ફરેલા 950થી વધુ લોકોની તપાસ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 10 લોકો સંક્રમિત મળી આવ્યા છે. બાકીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ બાજુ 565 લોકોની શોધ થઈ રહી છે. 565 લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે અને તેમના ઘરના એડ્રસના આધારે તેમની શોધખોળ ચાલુ છે. હાલ તેમના દ્વારા સંક્રમણ ક્યાંક ન ફેલાય તેને લઈને મુસિબત વધી ગઈ છે. 

દસ લોકો મળી આવ્યા છે સંક્રમિત
યુકેથી યુપી આવેલા લોકોમાં અત્યાર સુધીમાં 10 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી મેરઠના 4, નોઈડાના 3, ગાઝિયાબાદના 2 અને  બરેલીના 2 લોકો સામેલ છે. આવામાં મેરઠની સાથે સાથે આ જિલ્લાઓમાં પણ સતર્કતા વધારી દેવાઈ છે. આ ચાર જિલ્લાઓ ઉપરાંત પણ પ્રદેશમાં સાવધાની વર્તવાના નિર્દેશ અપાયા છે. માસ્ક ન પહેરનારાઓ પર  કડકાઈ વર્તવામાં આવી રહી છે. 

જીનોમિક સિક્વેસિંગના સેમ્પલ દિલ્હી મોકલાયા
ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ આલોકકુમારે જણાવ્યું કે આ તમામના સેમ્પલ નવી દિલ્હી સ્થિત જીનોમિક સિક્વેન્સિંગ માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી મોકલાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news