નવી દિલ્હીઃ સંસદ ભવન પરિસરની કેન્ટીનમાં હવે સાંસદોને સબ્સિડી વાળુ ભોજન મળશે નહીં. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) એ મંગળવારે કહ્યુ કે, સંસદની કેન્ટીનમાં સાંસદોને ભોજન પર મળતી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ કે, સાંસદો તથા અન્ય લોકોના ભોજન પર મળનારી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભોજનમાં મળતી સબ્સિડી ખતમ કરવાને લઈને બે વર્ષ પહેલા માંગ ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં તમામ દળોના સભ્યોએ એકમત થઈ તેને ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. હવે કેન્ટીનમાં મળનાર ભોજન નક્કી ભાવ પ્રમાણે મળશે. સાંસદ હવે વસ્તુની કિંમત પ્રમાણે ચુકવણી કરશે. સંસદની કેન્ટીનને વાર્ષિક આશરે 17 કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવતી હતી. જાણકારી પ્રમાણે કેન્ટીનના ભાવ લિસ્ટમાં ચિકન કરી 50 રૂપિયામાં તો વેજ થાળી 35 રૂપિયામાં આપવામાં આવતી હતી. તો થ્રી કોર્સ લંચની કિંમત 106  રૂપિયા હતી. વાત કરીએ સાઉથ ઈન્ડિયન ફૂડની તો સંસદની પ્લેટમાં ડોસા માત્ર 12 રૂપિયામાં મળે છે. એક આરટીઆઈના જવાબમાં 2017-18માં આ ભાવ લિસ્ટ સામે આવ્યું હતું. 


Bharat Biotech ની ચેતવણી! આ સ્થિતિમાં ન લગાવડાવો Covaxin વેક્સિન


બિરલાએ કહ્યુ કે, સંસદ પરિસરમાં 27/28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર તપાસ કરવામાં આવશે. તેમાં સાંસદોના પરિવાર, કર્મચારીઓના ટેસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર, રાજ્ય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ રસીકરણ અભિયાન નીતિ સાંસદો પર પણ લાગૂ થશે. સંસદ સત્ર દરમિયાન પૂર્વ નિર્ધારિત એક કલાકના પ્રશ્નકાળની મંજૂરી રહેશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube