નવી દિલ્હી: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી (Hamid Ansari) એ હાલમાં જ પોતાની આત્મકથા  By Many A Happy Accident રિલીઝ કરી છે. આ પુસ્તકમાં હામિદ અન્સારીએ અનેક સવાલ ઉઠાવ્યા છે. ત્યારબાદ Zee News એ હામિદ અન્સારીનો ઈન્ટરવ્યુ લીધો અને તેમને અનેક મોટા સવાલ કર્યા. પરંતુ મુસ્લિમોની અસુરક્ષા મુદ્દે પૂછાયેલા સવાલ પર તેઓ નારાજ થઈ ગયા અને ઈન્ટરવ્યુ અધવચ્ચે છોડીને જતા રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ભડકી ગયા હામિદ અન્સારી
Zee News એ શનિવારે હામિદ અન્સારી (Hamid Ansari) નો ઈન્ટરવ્યુ લીધો, તે દરમિયાન તેમણે મોદી સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે આજે સરકારની ડિક્શનરીમાં 'સેક્યુલરિઝમ' (Secularism) શબ્દ છે જ નહી. ત્યારબાદ જ્યારે એન્કર અમન ચોપડાએ સવાલ કર્યો કે શું 2014 પહેલા સરકારની ડિક્શનરીમાં 'સેક્યુલરિઝમ' શબ્દ હતો તો હામિદ અન્સારીએ કહ્યું કે 'હાં' પરંતુ પૂરતો નહીં. ત્યારબાદ  કાઉન્ટર સવાલમાં મુસ્લિમોની અસુરક્ષા અને મોબ લિન્ચિંગ અંગે પૂછાયેલા સવાલ ઉપર હામિદ અન્સારી ભડકી ગયા. 


જુઓ VIDEO


Muslim) અસુરક્ષિત છે. તેનું કારણ શું છે? ત્યારબાદ હામિદ અન્સારીએ કહ્યું કે મેં આ વાત પબ્લિક પર્સેપ્શનના આધારે કહી હતી અને આ મુદ્દે મેં લિંચિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. 


Mann Ki Baat: 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને દેશ ખુબ દુ:ખી થયો-PM મોદી


હામિદ અન્સારીએ અધવચ્ચે છોડ્યો ઈન્ટરવ્યુ
જ્યારે હામિદ અન્સારીએ એન્કરને સવાલ કર્યો કે આખરે તમને કેમ લાગ્યું કે મુસ્લિમો અસુરક્ષિત છે, તો તેમણે સીધો જવાબ ન આપ્યો અને વાત ટાળવાની કોશિશ કરી અને કહ્યું કે લિંચિંગના કારણે આવું થઈ રહ્યું છે. ત્યારબાદ જ્યારે એન્કરે પૂછ્યું કે લિંચિંગ તો હિન્દુઓનું પણ થતું હશે તો તેમણે કહ્યું કે સામાન્ય નાગરિકોમાં પણ અનેકવાર અસુરક્ષા હોય છે, ખ્રિસ્તિઓમાં પણ ડર છે. જો કે સતત સવાલ દોહરાવવાના કારણે હામિદ અન્સારી નારાજ થઈ ગયા અને થેંક્યુ કહીને ઈન્ટરવ્યું છોડીને જતા રહ્યા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube