Mann Ki Baat: 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને દેશ ખુબ દુ:ખી થયો-PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દેશવાસીઓને રેડિયો પર 'મન કી બાત' દ્વારા સંબોધન કર્યું.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દેશવાસીઓને રેડિયો પર 'મન કી બાત' દ્વારા સંબોધન કર્યું. 73માં મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ તિરંગાના અપમાનથી દેશ દુ:ખી છે.
શું છે 'આ મન કી બાત'
કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદી (PM Narendra Modi )એ કહ્યું કે, જ્યારે હું મન કી બાત કરું છું ત્યારે એવું લાગે છે કે જેમ કે તમારી વચ્ચે, તમારા પરિવારના સભ્ય તરીકે હું ઉપસ્થિત છું. આપણી નાની નાની વાતો, જે એક બીજાને, કઈંક શીખવાડે છે, જીવનના ખાટામીઠા અનુભવો, મન ભરીને જીવવાની પ્રેરણા બની જાય ... તે જ છે 'મન કી બાત (Mann Ki Baat)'.
"इन सबके बीच, दिल्ली में, 26 जनवरी को तिरंगे का अपमान देख, देश, बहुत दुखी भी हुआ।"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) January 31, 2021
તિરંગાના અપમાનથી દેશ દુ:ખી- પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રે અસાધારણ કાર્ય કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યે તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. આ વર્ષે પણ પુરસ્કાર મેળવનારા લોકોમાં એવા લોકો સામેલ છે જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્તમ કામ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને, દેશ પણ ખુબ દુ:ખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગત વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે કડક મહેનત કરીને આપણા સંકલ્પોને સિદ્ધ કરવાના છે.
"यानी, जमीनी स्तर पर काम करने वाले Unsung Heroes को पद्म सम्मान देने की जो परंपरा देश ने कुछ वर्ष पहले शुरू की थी, वो, इस बार भी कायम रखी गई है।"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) January 31, 2021
અસાધારણ કાર્ય કરતા લોકોને રાષ્ટ્રએ કર્યા સન્માનિત
પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે પણ પુરસ્કાર મેળવનારાઓમાં એવા લોકો સામેલ છે, જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્તમ કામ કર્યું છે. પોતાના કામોથી કોઈનું જીવન બદલ્યું છે, દેશને આગળ વધાર્યો છે. રાષ્ટ્રએ અસાધારણ કાર્ય કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રતિ તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. એટલે કે ગ્રાઉન્ડ સ્તરે કામ કરનારા Unsung Heroes ને પદ્મ સન્માન આપવાની જે પરંપરા દેશે થોડા વર્ષો પહેલા શરૂ કરી હતી, તે આ વખતે પણ જાળવી રખાઈ. મારો તમામને આગ્રહ છે કે આ લોકો વિશે, તેમના યોગદાન વિશે જરૂર જાણો. પરિવારમાં તેમના વિશે ચર્ચા કરો. જુઓ બધાને તેનાથી કેટલી પ્રેરણા મળે છે.
"इस महीने, क्रिकेट पिच से भी बहुत अच्छी खबर मिली ।
हमारी क्रिकेट टीम ने शुरुआती दिक्कतों के बाद, शानदार वापसी करते हुए ऑस्ट्रेलिया में सीरीज जीती ।
हमारे खिलाड़ियों का hard work और teamwork प्रेरित करने वाला है ।"
- पीएम श्री @narendramodi .#MannKiBaat @BCCI pic.twitter.com/hZix9XAcAd
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) January 31, 2021
ક્રિકેટની પીચથી મળ્યા સારા સમાચાર
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક સિરીઝ જીત અંગે પણ પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ મહિને ક્રિકેટની પીચ પરથી પણ ખુબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રિકેટ ટીમે શરૂઆતમાં અનેક સમસ્યાઓ બાદ, શાનદાર વાપસી કરીને ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી. આપણા ખેલાડીઓનું હાર્ડ વર્ક અને ટીમ વર્ક પ્રેરણાદાયી છે.
"जैसे कोरोना के खिलाफ भारत की लड़ाई एक उदाहरण बनी है, वैसे ही, अब, हमारा Vaccination programme भी, दुनिया में, एक मिसाल बन रहा है।"
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) January 31, 2021
કોરોના સામેની લડતની જેમ Vaccination programme પ્રોગ્રામ પણ બન્યો મિસાલ
પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષની શરૂઆત સાથે જ કોરોના વિરુદ્ધ અમારી લડતને પણ લગભગ એક વર્ષ પૂરું થઈ ગયું છે. જે રીતે કોરોના વિરુદ્ધ ભારતની લડત એક ઉદાહરણ બની છે તે જ રીતે હવે આપણો Vaccination programme પણ દુનિયામાં એક મિસાલ બની રહ્યો છે. આજે ભારત દુનિયાનો સૌથી મોટો Covid vaccine programme ચલાવી રહ્યો છે. આ સાથે દુનિયામાં ઝડપથી પોતાના નાગરિકોનું પણ Vaccination કરી રહ્યો છે. ફક્ત 15 દિસમાં ભારતે પોતાના 30 લાખથી વધુ કોરોના વોરિયર્સનું રસીકરણ કર્યું છે. જ્યારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને પણ આ કામમાં 18 દિવસ લાગ્યા હતા જ્યારે બ્રિટનને 36 દિવસ લાગ્યા.
"साथियो, ‘Made-in-India Vaccine’, आज, भारत की आत्मनिर्भरता का तो प्रतीक है ही, भारत के, आत्मगौरव का भी प्रतीक है।"
- पीएम श्री @narendramodi .https://t.co/N4iiHt1vZT#MannKiBaat #AatmanirbharBharat pic.twitter.com/eM9XoKWeQq
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) January 31, 2021
‘Made-in-India Vaccine’ ભારતનું આત્મનિર્ભરતા અને આત્મગૌરવનું પ્રતિક
પીએમ મોદીએ કહ્યું કે ‘Made-in-India Vaccine’ આજે ભારતની આત્મનિર્ભરતાનું તો પ્રતિક છે જે પરંતુ સાથે સાથે ભારતના આત્મગૌરવનું પણ પ્રતિક છે. નમો એપ પર યુપીથી એક ભાઈ હિમાંશુ યાદવે લખ્યું છે કે ‘Made-in-India Vaccine’ થી મનમાં એક આત્મવિશ્વાસ આવી ગયો છે. જ્યારે મદુરાઈથી કીર્તિ લખે છે કે તેમના અનેક વિદેશી મિત્રો, તેમને મેસેજ મોકલીને ભારતનો આભાર માની રહ્યા છે.
"आपने भी देखा होगा, अभी, ब्राज़ील के राष्ट्रपति ने, ट्वीट करके जिस तरह से भारत को धन्यवाद दिया है, वो देखकर हर भारतीय को कितना अच्छा लगा।"
- पीएम श्री @narendramodi .#MannKiBaat @indiainbrazil pic.twitter.com/Wx8K4ighTF
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) January 31, 2021
બ્રાઝિલના પીએમની કરી વાત
પીએમ મોદીએ કહ્યું કે તમે પણ જોયું હશે કે હાલમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જે પ્રકારે ભારતનો આભાર વ્યક્ત કર્યો તે જોઈને દરેક ભારતીયને કેટલું સારું લાગ્યું. હજારો કિલોમીટર દૂર દુનિયાના આંતરિયાળ ખુણે લોકને રામાયણના તે પ્રસંગની કેટલી ઊંડી જાણકારી છે, તેમના મન પર ઊંડો પ્રભાવ છે, તે આપણી સંસ્કૃતિની વિશેષતા છે. ભારત જેટલું સક્ષમ હશે, તેટલી જ વધુ માનવતાની સેવા કરશે. એટલું જ વધુ લાભ દુનિયાને થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે