મુંબઈ/નવી દિલ્હી: ચર્ચિત મેગેઝીન શાર્લી હેબ્દો દ્વારા વિવાદિત કાર્ટુન મામલે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ મુસ્લિમ જગત એકજૂથ થતું જોવા મળી રહ્યું છે. દુનિયાભરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શનની આંચ ભારતમાં પણ પહોંચી ગઈ છે. એક બાજુ ભોપાલમાં મુસ્લિમ લોકોએ મોટી રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શન કર્યું તો મુંબઈના રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા અને તેમના પરથી વાહનો પસાર થતા રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

World war 3: નોસ્ટ્રાડેમસનો સંકેત, ખ્રિસ્તી-ઈસ્લામના સંઘર્ષથી વિશ્વયુદ્ધનું જોખમ


વીડિયો જોઈને ભાજપ ભડક્યું
મુંબઈના રસ્તા પર ઈમેન્યુઅલ મેક્રોનની  તસવીરો પર ચાલી રહેલી ગાડીઓવાળાનો વીડિયો જોઈને ભાજપ ભડકી ગયું. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર, આ તમારી સરકારના રાજમાં શું થઈ રહ્યું છે? ભારત આજે ફ્રાન્સના પડખે છે. જે જેહાદ ફ્રાન્સમાં થઈ રહ્યો છે તે આતંકવાદ વિરુદ્ધ હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ ફ્રાન્સની સાથે મળીને લડવાની પ્રતિજ્ઞા લીધી છે. તો પછી મુંબઈના રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રાધ્યક્ષનું અપમાન કેમ?


મલેશિયાના પૂર્વ PM એ ફ્રાન્સ વિરુદ્ધ આપ્યું ભડકાઉ નિવેદન, ટ્વિટરે તાબડતોબ કરી કાર્યવાહી


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube