મલેશિયાના પૂર્વ PM એ ફ્રાન્સ વિરુદ્ધ આપ્યું ભડકાઉ નિવેદન, ટ્વિટરે તાબડતોબ કરી કાર્યવાહી

ફ્રાન્સ અને મુસ્લિમ દેશો વચ્ચે ચાલી રહેલા ખટરાગમાં હવે મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ પણ કૂદી પડ્યા. મહાતિરે ખુબ જ વિવાદિત નિવેદન આપતા ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટુન વિવાદને લઈને થયેલી હત્યાઓને યોગ્ય ગણાવી અને મુસ્લિમ કટ્ટરપંથીઓને ભડકાવવાનું કામ પણ કર્યું. જો કે ટ્વિટરે પણ તાબડતોબ કાર્યવાહી કરતા તેમની આ ટ્વીટ્સને નિયમોનો ભંગ ગણાવીને ડિલિટ કરાવી નાખી. 
મલેશિયાના પૂર્વ PM એ ફ્રાન્સ વિરુદ્ધ આપ્યું ભડકાઉ નિવેદન, ટ્વિટરે તાબડતોબ કરી કાર્યવાહી

કુઆલાલંપુર: ફ્રાન્સ અને મુસ્લિમ દેશો વચ્ચે ચાલી રહેલા ખટરાગમાં હવે મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ પણ કૂદી પડ્યા. મહાતિરે ખુબ જ વિવાદિત નિવેદન આપતા ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટુન વિવાદને લઈને થયેલી હત્યાઓને યોગ્ય ગણાવી અને મુસ્લિમ કટ્ટરપંથીઓને ભડકાવવાનું કામ પણ કર્યું. જો કે ટ્વિટરે પણ તાબડતોબ કાર્યવાહી કરતા તેમની આ ટ્વીટ્સને નિયમોનો ભંગ ગણાવીને ડિલિટ કરાવી નાખી. 

13 ટ્વીટ કરી
મહાતિરે ઉપરાછાપરી કરેલી ટ્વિટમાં મુસલમાનો સાથે ભેદભાવની વાત કરી. કહ્યું કે ફ્રાન્સે ભૂતકાળમાં મુસલમાનો પર અત્યાચાર કર્યા, તેના માટે મુસલમાનોને પૂરેપૂરો અધિકાર છે કે તે લાખો ફ્રેન્ચ લોકોને મોતને ઘાટ ઉતારે.પૂર્વ પ્રધાનમંત્રીએ ગુરુવારે એક પછી એક એમ 13 ટ્વીટ કરી. જેમાં તેમણે પશ્ચિમી દેશોમાં મહિલાઓના કપડાં, લેંગિક સમાનતા સહિત વિભિન્ન મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. આ સાથે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર ઈસ્લામને નિશાન બનાવવાનો પણ આરોપ લગાવ્યો. 

અભિવ્યક્તિમાં અપમાન સામેલ નથી
પોતાની પહેલી ટ્વીટમાં તેમણે બીજાના સન્માનની વાત કરી અને કહ્યું કે મુસ્લિમ તરીકે હું હત્યાનું સમર્થન નહીં કરું. પરંતુ જ્યાં હું અભિવ્યક્તિની આઝાદીમાં વિશ્વાસ કરુ છું ત્યાં મને નથી લાગતું કે તેમાં લોકોનું અપમાન સામેલ હોવું જોઈએ. જો કે મહાતિર મોહમ્મદે ફ્રાન્સના નીસ શહેરમાં નોટ્રેડ્રમ ચર્ચ બહાર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો નહીં. જેમાં 3 લોકોના મૃત્યુ થયા. 

ટ્વિટરી કરી કાર્યવાહી
મલશિયાના પૂર્વ પીએમે ભડકાઉ ટ્વીટ કરતા ટ્વિટરે પણ તરત કાર્યવાહી કરી છે. ટ્વિટરે મહાતિરની આવી ભડકાઉ ટ્વીટ્સને નિયમોનો ભંગ ગણાવતા ડિલિટ કરી નાખી. ત્યારબાદ મહાતિર મોહમ્મદે ફરી નવી ટ્વીટ કરી. મહાતિરે કહ્યું કે હજુ સુધી મુસલમાનોએ આંખ બતાવવાની શરૂ કરી નથી. મુસ્લિમો આમ કરતા નથી અને ફ્રેન્ચ લોકોએ પણ કરવું જોઈએ નહી. ફ્રેન્ચ લોકોએ પોતાના લોકોને બીજા લોકોની ભાવનાઓનું સન્માન કરતા શીખવાડવું જોઈએ. 

અલ્લાહ હૂ અકબર બોલીને ગળું કાપ્યું
ફ્રેન્ચ પોલીસના જણાવ્યાં મુજબ દક્ષિણ ફ્રાન્સના નીસ શહેરમાં કેટલાક લોકો પર ચાકૂથી વાર કરવામાં આવ્યો. હુમલામાં 3 લોકોના મોત થયા. અનેક ઘાયલ થયા. મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે. હુમલાખોરે તેની ગર્દન ISIS સ્ટાઈલમાં ધડથી અલગ કરી નાખી. કહેવાય છે કે હુમલાખોર અલ્લાહ હૂ અકબરના નારા લગાવતો હતો. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. 

નહીં અટકે કાર્યવાહી
ફ્રાન્સ વિરુદ્ધ ખાડી દેશો ખુલીને સામે આવ્યા છે. ફ્રેન્ચ ઉત્પાદનોના બહિષ્કારનું અભિયાન ચાલુ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આતંકવાદને ઈસ્લામ સાથે જોડીને જે નિવેદન આપ્યું તેના કારણે તેઓ સામે પડ્યા છે. જો કે મુસ્લિમ દેશોની ધમકી અને બહિષ્કાર છતાં ફ્રાન્સની સરકારે ઈસ્લામિક કટ્ટરંથ વિરુદ્ધ મોટી કાર્યવાહી ચાલુ રાખી છે. ફ્રાન્સની અનેક મસ્જિદો પર તાળા લગાવી દેવાયા છે. નીસમાં થયેલા હુમલા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ કરી દીધુ છે કે કટ્ટરપંથી વિચારધારાવાળા વિરુદ્ધ કાર્યવાહી અટકશે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news