World war 3: નોસ્ટ્રાડેમસનો સંકેત, ખ્રિસ્તી-ઈસ્લામના સંઘર્ષથી વિશ્વયુદ્ધનું જોખમ

ફ્રાન્સ સામે મુસ્લિમ દેશોનો હોબાળો જોતા એક નવો સંઘર્ષ ઊભો થવાની આશંકા સેવાઈ રહી છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કટ્ટરપંથી ઈસ્લામના કારણે પેદા થયેલા સંકટ તરફ ઈશારો કર્યો તો દુનિયાભરના મુસલમાનોએ એકસૂરમાં મેક્રોન પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ. એટલે સુધી કે ભારતમાં પણ રઝા એકેડેમી જેવા કેટલાક કટ્ટરપંથી સંગઠનોએ મેક્રોન વિરુદ્ધ ફતવા બહાર પાડવા માંડ્યા.

World war 3: નોસ્ટ્રાડેમસનો સંકેત, ખ્રિસ્તી-ઈસ્લામના સંઘર્ષથી વિશ્વયુદ્ધનું જોખમ

નવી દિલ્હી: ફ્રાન્સ સામે મુસ્લિમ દેશોનો હોબાળો જોતા એક નવો સંઘર્ષ ઊભો થવાની આશંકા સેવાઈ રહી છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કટ્ટરપંથી ઈસ્લામના કારણે પેદા થયેલા સંકટ તરફ ઈશારો કર્યો તો દુનિયાભરના મુસલમાનોએ એકસૂરમાં મેક્રોન પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ. એટલે સુધી કે ભારતમાં પણ રઝા એકેડેમી જેવા કેટલાક કટ્ટરપંથી સંગઠનોએ મેક્રોન વિરુદ્ધ ફતવા બહાર પાડવા માંડ્યા.

પોતાના કુકર્મોની તરફ આંખો મીચીને દુનિયાભરના ધાર્મિક કટ્ટરપંથી જે પ્રકારને મેક્રોન વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે તેનાથી ભવિષ્યમાં ખ્રિસ્તી અને ઈસ્લામ વચ્ચે ફરીથી આઠમા ક્રૂસેડ શરૂ થવાની આશંકા છે. જાણીતા ભવિષ્યવક્તા નોસ્ટ્રાડેમસે પણ એ તરફ ઈશારો કર્યો છે. 

દુનિયાના મહાન ભવિષ્યવક્તા મિશેલ ધ નોસ્ટ્રાડેમસે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત તરફ સંકેત આપતા પોતાના જાણીતા પુસ્તક સેન્ચ્યુરીઝમાં લખ્યું છે કે 'યુદ્ધ ત્યારે શરૂ થશે જ્યારે ઊંટ રાઈન અને ડેન્યુબનું પાણી પીશે અને તેનાથી પસ્તાશે નહીં. અને પછી રોના અને લોરા થરથર કાંપશે. પરંતુ આલ્પ્સમાં મરઘો તેને નષ્ટ કરી દેશે.' નોસ્ટ્રાડેમસની આ ભવિષ્યવાણી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત માનવામાં આવી રહી છે. જેમાં ઊંટ મુસ્લિમ દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. જે યુરોપીયન દેશોમાં ભારે કેર વર્તાવશે. શરૂઆતમાં ખ્રિસ્તી દેશોની હાર થશે પરંતુ ત્યારબાદ ઈસ્લામી સેનાનો વિનાશ કરી દેવાશે. 

નોસ્ટ્રાડેમસની આ ભવિષ્યવાણીની વ્યાખ્યા કરાઈ છે.  જેના પર અનેક પુસ્તકો પણ લખાયા છે. જેમાં બેસ્ટસેલર પુસ્તકનું નામ છે નોસ્ટ્રાડેમસ અને યુરોપ પર ઈસ્લામી આક્રમણ(Nostradamus and Islamic invasion on europe). આ પુસ્તકમાં વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે યુરોપના સભ્ય દેશ સતત ઈસ્લામી કટ્ટરપંથીઓના બર્બર આક્રમણનો ભોગ બની રહ્યા છે. જે આવનારા ભવિષ્યમાં મોટા ઘર્ષણનું કારણ બની શકે છે. 

યુરોપ પર ઈસ્લામી આક્રમણ
આક્રમણ શબ્દ સાંભળતા જ તમે ચોંકતા નહીં. કારણ કે યુરોપમાં થનારું ઈસ્લામી આક્રમણ કોઈ આક્રમક રીતે નહીં પરંતુ ખુબ જ શાંતિથી ચાલાકી હેઠળ થઈ રહ્યું છે. યુરોપીયન દેશોમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ શરણાર્થીના વેશમાં પહોંચી રહ્યા છે. ત્યારબાદ વધુમાં વધુ બાળકો પેદા કરીને ત્યાં પોતાની વસ્તી વધારી રહ્યા છે અને સમગ્ર દેશને પોતાના શરિયા મુજબ બદલવાની કોશિશમાં છે. આ એક પ્રકારે યુરોપીયન દેશો પર કબજો જમાવવાની કોશિશ છે. 

સ્થિતિ એવી છે કે...
- ફ્રાન્સમાં હાલ યુરોપમાં સૌથી વધુ મુસલમાન 65 લાખ મુસલમાન થઈ ગયા છે. જે ત્યાંની જનસંખ્યાના 7.5 ટકા છે.
- જર્મનીમાં મુસલમાનોની સંખ્યા 52 લાખ છે. જે ત્યાની વસ્તીના 5 ટકા છે. 
- બ્રિટનમાં મુસ્લિમોની વસ્તી 38 લાખ છે. જે ત્યાની વસ્તીના 5 ટકા છે. 
- આ ઉપરાંત સ્વીટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, હંગેરી જેવા યુરોપીયન દેશોમાં પણ શરણાર્થી તરીકે આવેલા મુસ્લિમોએ પોતાની વસ્તી વધારવાનું શરૂ કરી દીધુ છે. 

જેના પરિણામ સ્વરૂપે ત્યાં પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ દેશોમાં જનતાએ એવા નેતાઓને ચૂંટવાનું શરૂ કરી દીધુ છે. જે તેમને મુસ્લિમ કટ્ટરપંથીઓથી છૂટકારો અપાવવાનો વચન આપી રહ્યા છે. એક  બાજુ કટ્ટરપંથીઓ માનવા તૈયાર નથી. બીજી બાજુ યુરોપીયન દેશોની જનતા હવે એકજૂથ થવા લાગી છે. આવામાં ભવિષ્યમાં સંઘર્ષના ભણકારા જોવા મળી રહ્યા છે. 

કટ્ટરપંથીઓથી સૌથી વધુ પીડાઈ રહ્યું છે ફ્રાન્સ
યુરોપના ફ્રાન્સમાં સૌથી વધુ સંઘર્ષની સ્થિતિ ઊભી થતી જોવા મળી રહી છે. અહીં મુસ્લિમોની વસ્તી ઘણી વધુ છે. જેના કારણે ત્યાં મુશ્કેલીઓ પણ સૌથી વધુ છે. ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દાયકામાં અનેક આતંકી હુમલા થઈ ચૂક્યા છે. મુસ્લિમ શરણાર્થીઓ અને કટ્ટરંપથી આતંકીઓએ પેરિસમાં અનેકવાર, નીસ, લેસ લિસ, લા ડિફેન્સ, જો લે યુર્સ, સેન્ટ ક્વેન્ટિન ફ્લાવિયર, થેલીઝ, મેગનવિલ, લેવાલેઈ પેરે, મસાઈ, કરકાસોન, સ્ટ્રેસબર્ગ, લ્યોન, વગેરે શહેરોને આતંકનું નિશાન બનાવ્યા છે. તાજો હુમલો ફરીથી નીસ શહેરમાં થયો જ્યાં ચર્ચ બહાર છૂરાબાજીની ઘટના ઘટી જેમાં 3 લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

ફ્રાન્સમાં શરણાર્થીઓએ સૌથી પહેલા યહૂદી સમુદાય વિરુદ્ધ હિંસાની શરૂઆત કરી
પેરિસના સારસેલ્સ જેવા ગરીબ પરા વિસ્તારોમાં જ્યાં યહૂદીઓ અને મુસલમાનો એક સાથે રહે છે. ત્યાં યહૂદીઓ અને તેમના ઉપાસનાસ્થળો પર હુમલા વધવા લાગ્યા. મુસ્લીમ કટ્ટરપંથીઓના હાથે અનેક યહૂદીઓના મોત બાદ યહૂદી સમાજનો એક મોટો ભાગ ફ્રાન્સ છોડીને ઈઝરાયેલ અને અન્ય દેશોમાં વસવા લાગ્યો. 

શાર્લી એબ્દોના કાર્ટુનિસ્ટો પર હુમલા  બાદ ફ્રાન્સની ધીરજનો આવ્યો અંત
યહૂદીઓ પર પોતાની દહેશત કાયમ કર્યા બાદ મુસ્લિમ કટ્ટરપંથીઓએ ફ્રાન્સના નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ. જેમાં 2015માં શાર્લી હેબ્દો મેગેઝીનના ડઝન જેટલા કાર્ટુનિસ્ટોની નિર્દયતાથી હત્યા કરી દેવાઈ. થોડા દિવસ પહેલા જ એક શાળાના ટીચરે મોહમ્મદ પયગંબરનું કાર્ટુન દર્શાવતા તેમની પણ નિર્દયતાથી હત્યા કરી દેવાઈ. ગુરુવારે ચર્ચ પર હુમલો થયો.

આ પ્રકારની ઘટનાઓથી ફ્રાન્સની ધીરજનો હવે અંત આવી ગયો છે. આ પ્રકારની ઘટનાઓ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. રાષ્ટ્રપતિ મેક્રોને આ મહિનાની શરૂઆતમાં જ શિક્ષકની હત્યા અગાઉ જ ફ્રાન્સમાં 'ઈસ્લામિક અલગાવવાદ'ને પહોંચી વળવા માટે કડક કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સે કટ્ટરપંથીઓની સામે ઝૂકવાનો ઈન્કાર કરી દેતા એ તમામ વિવાદિત કાર્ટુન બતાવવાના શરૂ કરી દીધા. જેના પર મુસ્લિમ કટ્ટરપંથીઓને આપત્તિ છે. 

અન્ય દેશોએ પણ ફ્રાન્સને સાથ આપી એક્તા દર્શાવતા ચાર્લી એબ્દોના કાર્ટુનનું જાહેરમાં પ્રદર્શન શરૂ કરી દીધુ છે. ફ્રાન્સ હવે ઘર્ષણને ટાળી શકે તેમ નથી. ત્યાંની જનતામાં મુસ્લિમ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ખુબ ગુસ્સો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ વધુ દિવસો સુધી જનભાવનાને દબાવી શકે તેમ નથી. 

— The International Herald (@TheIntlHerald) October 22, 2020

— Muju 5.1🎈❓ (@mujunaeem) October 27, 2020

ખુબ શક્તિશાળી છે ફ્રાન્સ
ફ્રાન્સ દુનિયાની પાંચમી સૌથી મોટી અને આધુનિક સૈન્ય તાકાત છે. તેનું રક્ષા બજેટ લગભગ 35 અબજ ડોલરનું છે. તે રાફેલ જેવા અત્યાધુનિક વિમાનો બનાવે છે. તેની પાસે 2 લાખથી વધુ તાલિમબદ્ધ સૈન્યદળ છે. કોઈ પણ મુસ્લિમ દેશ પાસે એકલા હાથે ફ્રાન્સનો સામનો કરવાની તાકાત નથી. ઉપરથી ફ્રાન્સનો પક્ષ નૈતિક રીતે મજબૂત છે. તેણે કોઈના પર હુમલો કર્યો નથી પરંતુ તેનું દરેક પગલું સ્વબચાવ માટે છે. જેના કારણે ભારતે પણ ફ્રાન્સનું સમર્થન કર્યું છે. 

મુસ્લિમ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ફ્રાન્સના રાષ્ટ્રપતિના સ્ટેન્ડનું સમર્થન કરીને ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન બહાર પાડીને કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય વાદ વિવાદના સૌથી પાયાના માપદંડોના ભંગ મામલે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ અસ્વીકાર્ય ભાષામાં વ્યક્તિગત હુમલાની અમે ટીકા કરીએ છીએ. અમે આ સાથે જ ભયાનક રીતે ક્રૂર આતંકવાદી હુમલામાં ફ્રેન્ચ ટીચરની હત્યાની ટીકા કરીએ છીએ. અમે તેમના પરિવાર અને ફ્રાન્સના લોકો  પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. કોઈ પણ કારણથી કે કોઈ પણ પરિસ્થિતિમાં આતંકવાદના સમર્થનનું કોઈ ઔચિત્ય નથી."

French President - Latest News on French President | Read Breaking News on Zee  News

સમગ્ર યુરોપિયન યુનિયન અને અમેરિકાની સાથે દુનિયાના અન્ય દેશો પણ ફ્રાન્સની પડખે છે. કારણ કે મુસ્લિમ કટ્ટરંપથીઓ તમામ સભ્ય દેશોની સમસ્યાનું કારણ છે. ખાસ વાત એ છે કે મુસ્લિમ દેશ પોતાના ત્યાં કોઈ પણ શરણાર્થીનું સ્વાગત કરતા નથી. સીરિયા, ઘાના, લેબનોન, ઈરાક જેવા મુસ્લિમ દેશોના શરણાર્થીઓ હજારો કિલોમીટર દૂર યુરોપીયન દેશોમાં શરણ માટે પહોંચી જાય છે. પરંતુ પોતાની નજીક જ સાઉદી અરબ, પાકિસ્તાન, તુર્કી જેવા દેશો બાજુ જતા નથી. કારણ કે તેઓ જાણે છે કે આ મુસ્લિમ દેશો ગમે તેટલો હોબાળો મચાવે પરંતુ શરણ તેમને માનવતાના કાયદાનું પાલન કરનારા યુરોપીયન દેશોમાં જ મળશે. આ મુસ્લિમ શરણાર્થીઓની સાથે વેશ બદલીને કટ્ટરપંથીઓ અને  આતંકીઓ પણ મોટી સંખ્યામાં યુરોપીયન દેશોમાં પહોંચી ચૂક્યા છે. જે સમસ્યાનું કારણ બન્યા છે. 

નોસ્ટ્રાડેમસ ઉપરાંત બાબા વેંગાએ પણ કરી છે યુદ્ધની ભવિષ્યવાણી
બલ્ગેરિયાના નેત્રહિન મહિલા ભવિષ્યવક્તા બાબા વેંગાએ પણ યુરોપમાં મુસ્લિમ ખ્રિસ્તી સંઘર્ષ અંગે સ્પષ્ટ રીતે ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું હતું કે દુનિયાભરમાં 'ગ્રેટ મુસ્લિમ વોર'ની શરૂઆત થશે. આ જંગ અરબની ધરતીથી શરૂ થશે. ત્યારબાદ સીરિયા, અને પછી યુરોપમાં લડાશે અને 2043 સુધી ચાલશે. ખાસ વાત એ છે કે બાબા વેંગાનું વર્ષ 1996માં 85 વર્ષની ઉંમરે નિધન થયું. તેમણે અમેરિકામાં થયેલા 9/11 હુમલા અને 2004માં આવેલી ત્સુનામી વિશે વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી. 

યુરોપીયન દેશો સહિત સમગ્ર દુનિયામાં ઈસ્લામ અને અન્ય ધર્મોના સંઘર્ષને જોતા એવું લાગે છે કે આ ભવિષ્યવાણીઓના સાચા ઠરવાનો સમય આવી ગયો છે. કારણ કે સમગ્ર દુનિયા મુસ્લિમ અને નોન મુસ્લિમ એમ બે જૂથમાં વહેંચાઈ રહી છે. ભારત પણ તેમાં અપવાદ નથી. ભારત માટે સારું એ છે કે તમામ ભવિષ્યવક્તાઓએ ભારતના ઉજ્વળ ભવિષ્ય અંગે સંકેત આપ્યા છે. જાણો કેટલાક અંશ....

સાગરના નામવાળા ધર્મ ચાંદ પર નિર્ભર રહેનારાની સરખામણીએ ઝડપથી આગળ વધશે અને તેને ભયભીત કરશે. 'એ' તથા 'એ'થી ઘાયલ બે લોકો(x-96)- નોસ્ટ્રાડેમસ
- 'લાલ વિરુદ્ધ એકજૂથ થશે લોકો, પરંતુ ષડયંત્ર અને દગાને નિષ્ફળ બનાવી દેવાશે.'
- 'પૂર્વના તે નેતા પોતાના દેશને છોડીને આવશે, પાર કરીને ઈટાલીના પહાડો અને ફ્રાન્સને જોશે, તેઓ વાયુ, જળ અને બરફથી ઉપર જઈને તમામ પર  પોતાના દંડનો પ્રહાર કરશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news