G-7 સભ્ય નહી હોવા છતા મળ્યું આમંત્રણ, સતત વધી રહ્યો છે દેશનો દબદબો
આ વખતે ફ્રાંસના સમુદ્ર કિનારા સુંદર શહેર બિઆરિટ્ઝમાં જી-7 સમ્મેલનનું આયોજન થયું છે
નવી દિલ્હી : જી-7 વિશ્વનાં સાત વિકસિત દેશોની એલીટ ક્લબ છે. આ વિશ્વની અર્થવ્યવસ્થાની ચાલ અને રફ્તાર નિશ્ચિત કરે છે. જી-7નાં દેશોનું વિશ્વનાં 40 ટકા પર જીડીપીનો કબ્જો છે. જો કે અહીં માત્ર 10 ટકા વસ્તી રહે છે. ભારત આ વીઆઇપી ક્લબનું સભ્ય નથી. જો કે વૈશ્વિક પટલ પર ભારતની વધતી શક્તિની જ અસર છે કે આ સમ્મેલનમાં ભારતને વિશેષ રીતે આમંત્રીત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆ બેઠકમાં ભાગ લેવા માટે ફ્રાંસના વિઆરિટ્સ શહેરમાં પહોંચી રહ્યા છે. જી7 દેશોમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. 1977થી આ સમ્મેલનમાં યૂરોપિયન યૂનિયનનો પણ સમાવેશ થઇ રહ્યો છે.
જેટલીનો અંતિમ સંસ્કાર જે પ્રકારે થયા તે દરજ્જો માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને જ મળે છે
ખુબ જ સુંદર શહેર છે બિઆરિટ્ઝ
આ વખતે ફ્રાંસના સમુદ્રી કિનારા પર આવેલ સુંદર શહેર બિઆરિટ્ઝમાં જી-7 સમ્મેલન યોજાઇ રહ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોએ આ વખતે સમ્મેલનમાં સભ્ય દેશો ઉપરાંત આ દેશોને ખાસ રીતે આમંત્રિત કરવામાં આવ્યું છે જે વર્લ્ડ પોલિટિક્સમાં મજબુત દખલ ધરાવે છે. આ યાદીમાં ભારતનું નામ સૌથી પહેલા છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સ્પેન, દક્ષિણ ાફ્રિકાને પણ આ વખતે વિશેષ રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે. આફ્રીકન દેશ સેનેગલ અને રવાંડા પણ આ વખતે આમંત્રીત છે.
મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો
શ્રીનગર: સચિવાલયથી હટાવાયો જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો, શાનથી લહેરાયો ત્રિરંગો
ભારતને ખુલ્લુ આમંત્રણ
વિદેશી મંત્રાલયે કહ્યું કે, જી7માં ભારતને આમંત્રીત વિશ્વમાં એક મોટી આર્થિક શક્તિ તરીકે ભારતની ઓળખ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે ભારતનાં વડાપ્રધાનનાં પર્સનલ કેમિસ્ટ્રીનાં પુરાવા છે. આ સમ્મેલનમાં વડાપ્રધાન વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ, સુરક્ષા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર સેશનને સંબોધિત કરશે.
PM મોદીએ બહેરીનમાં 200 વર્ષ જુના મંદિરના પુન:નિર્માણ યોજનાનો શુભારંભ કરાવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રો જી-7ના અધ્યક્ષ છે. અધ્ય હોવાને કારણે તેમને સભ્યન હોય તેવા દેશોને આ સમ્મેલનમાં આમંત્રીત કરવાનો અધિકાર છે. જી7નના અધ્યક્ષતા સભ્ય દેશો કરે છે. આ સભ્ય દેશ એક પછી એક જી-7ની અધ્યક્ષતા કરે છે. ત્રણ દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે છે. અહીં રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રો સાથે તેમની કેમેસ્ટ્રી ખુબ જ ચર્ચામાં રહી હતી.