શ્રીનગર: સચિવાલયથી હટાવાયો જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો, શાનથી લહેરાયો ત્રિરંગો

સંશોધન પહેલા અનુચ્છેદ 370 અનુસાર જમ્મુ કાશ્મીરનાં નાગરિકો પાસે બેવડી નાગરિકતા મળતી હતી

Updated By: Aug 25, 2019, 06:29 PM IST
શ્રીનગર: સચિવાલયથી હટાવાયો જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો, શાનથી લહેરાયો ત્રિરંગો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370નાં કેટલાક પ્રાવધાનો હટાવવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાના નિર્ણય બાદ ખીણમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જો કે હજી પણ કેટલાક વિસ્તારોમાં સુરક્ષાની દ્રષ્ટીએ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે રવિવારે શ્રીનગર કાતેના સચિવાલયની ઇમરતથી જમ્મુ કાશ્મીરનો ઝંડો હટાવી દેવાયો. હવે સચિવાલયની ઇમારત પર માત્ર ભારતનો ઝંડો જોવા મળી રહ્યો છે.
અરૂણ જેટલીએ કર્મચારીના પુત્રને કાર ગિફ્ટ કરી હતી, જાણો તેમની સાથે જોડાયેલી 10 અજાણી વાતો
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શ્રીનગર સચિવાલય પર જમ્મુ કાશ્મીરનો ઝંડો અને ભારતનો ઝંડો એક સાથે ફરકાવે છે. આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીરનો એક અલગ ઝંડો હતો. બીજી તરફ રાજ્યમાં ભારતનાં રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન પણ ગુનાની શ્રેણીમાં નહોતો આવતો. 

PM મોદીએ બહેરીનમાં 200 વર્ષ જુના મંદિરના પુન:નિર્માણ યોજનાનો શુભારંભ કરાવ્યો

PM મોદીએ જણાવ્યું Man Vs Wildમાં તેમનું અને બિયર ગ્રિલ્સ વચ્ચેનું સૌથી મોટું રહસ્ય
આખરે 370 શું હતી ? 
જમ્મુ કાશ્મીરનું ભારતની સાથે કેવો સંબંધ હશે, તેનો મુસદ્દો જમ્મુ કાશ્મીરની સરકારે તૈયાર કર્યા હતા. જમ્મુ કાશ્મીરની સંવિધાન સભાએ 27 મે, 1949ને કેટલાક પરિવર્તન સહિત આર્ટિકલ 306એ (હવે આર્ટિકલ 370)ને સ્વીકાર કરી લીધો હતો. પછી 17 ઓક્ટોબર, 1949ના રોજ આ આર્ટિકલ ભારતીય સંવિધાનનો હિસ્સો બની ગઇ હતી. 
અરૂણ જેટલીના 10 સાહસિક નિર્ણય, જેમણે તેમને બનાવ્યો આર્થિક ક્રાંતિનો ‘કૌટિલ્ય’
સંશોધન પહેલા અનુચ્છેદ 370 અનુસાર જમ્મુ કાશ્મીરનાં નાગરિકો પાસે બેવડી નાગરિકતા હતી. સાથે જ રાજ્યનો ઝંડો પણ અલગ હતો. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ અથવા રાષ્ટ્ર પ્રતિકોનું અપમાન અપરાધ નથી. દેશના સુપ્રીમ કોર્ટનાં તમામ આદેશ જમ્મુ કાશ્મીરમાં માન્ય નહોતા. સંસદ જમ્મુ કાશ્મીર મુદ્દે સીમિત ક્ષેત્રમાં જ કાયદો બનાવી શકતી હતી.