નવી દિલ્હી: ગેંગસ્ટર કાલા જઠેડી બાદ દિલ્હી પોલીસે લેડી ડોન અનુરાધાની પણ ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ  સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર  કાલા જઠેડીની ધરપકડની ગણતરીની પળોમાં તેની નીકટની લેડી ડોન અનુરાધને પણ પકડી. લેડી ડોન અનુરાધા પર રાજસ્થાન પોલીસે 10 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેંગસ્ટર અનુરાધીની ક્રાઈમ કુંડળી
અત્રે જણાવવાનું કે અનુરાધા રાજસ્થાનની ગેંગસ્ટર છે. અનુરાધા પર ખંડણી, અપહરણ અને મર્ડરના ષડયંત્ર જેવા અનેક કેસ નોંધાયેલા છે. અનુરાધા 2 વર્ષની સજા ભોગવ્યા બાદથી ફરાર હતી. અનુરાધા રાજસ્થાનના ડોન આનંદ પાલ સિંહની પણ સહયોગી રહી છે. 


કોણ છે લેડી ડોન અનુરાધા?
અનુરાધા ઉર્ફે મેડલ મિંજ આજથી 6 વર્ષ પહેલા સુધી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદ પાલના સંપર્કમાં હતી. તેની સાથે જ તે પણ આનંદ પાલ ગેંગને ઓપરેટ કરતી હતી. તે સમયે આનંદ પાલ રાજસ્થાનના એક અન્ય ગેંગસ્ટર રાજૂ બસોદીના ટાર્ગેટ પર હતો. આનંદ પાલ એન્કાઉન્ટરમાં માર્યો ગયો ત્યારબાદથી અનુરાધા રાજૂ બસોદીના નિશાન પર હતી. ત્યારબાદ તેણે બલબીર બાનૂડાનો સાથ પકડ્યો પરંતુ ત્યારબાદ બલબીર બાનૂડા પકડાઈ ગયો તો અનુરાધા, લોરેન્સ વિશ્નોઈના સંપર્કમાં આવી જ્યાંથી તેને કાલા જઠેડીનો સાથ મળ્યો. 


અત્રે જણાવવાનું કે અનુરાધા જ એ ગેંગસ્ટર હતી જેનો સાથ મળ્યા બાદથી આનંદ પાલ આર્થિક રીતે સદ્ધર થયો હતો. કહેવાય છે કે અનુરાધાનું દિમાગ અને આનંદ પાલની તાકાત સામે રાજસ્થાન સરકાર અને પોલીસ પણ પાણી ભરતી હતી. 


7th Pay Commission: DA મુદ્દે વધુ એક સારા સમાચાર! પગારમાં થશે ધરખમ વધારો, જાણો કેવી રીતે  


આનંદ પાલની ગેંગને ઓપરેટ કરતી હતી
અનુરાધા પહેલા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદ પાલની ગર્લફ્રેન્ડ હતી. આનંદ પાલના એન્કાઉન્ટર દરમિયાન અનુરાધા રાજસ્થાન પોલીસની પકડમાંથી ફરાર થઈ ગઈ હતી. ફરાર થયા બાદ લોરેન્સ વિશ્નોઈની મદદથી અનુરાધાની મુલાકાત કાલા જઠેડી સાથે થઈ. છેલ્લા 9 મહિનાથી આ બંને લિવ ઈનમાં રહેતા હતા. 


ખાસ વાત એ છે કે અનુરાધાના ઈશારે કાલા જઠેડી  રાજસ્થાનમાં જબરદસ્તીથી વસૂલી અને હત્યા જેવી વારદાતોને અંજામ આપતો હતો. કાલા જઠેડી 2020માં ફરીદાબાદ પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયા બાદ એકવાર નેપાળ ગયો હતો. તે કોઈ અન્ય દેશમાં ગયો નહતો. હાલ અનુરાધા સાથે ઉત્તરાખંડમાં છૂપાયેલો હતો. ત્યાંથી તે જ્યારે સહારનપુર ગયો તો પકડાઈ ગયો. 


ATM Card ઘરે ભૂલી ગયા છો? આ બેંક આપે છે કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા, જાણો કેવી રીતે


અત્રે જણાવવાનું કે કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીને સ્પેશિયલ સેલની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમે પકડી પાડ્યો છે. કાલા જઠેડી પર સાત લાખ રૂપિયાનું ઈનામ હતું. પરંતુ કાલા જઠેડીનું નામ ફક્ત જુલ્મની દુનિયામાં જ નહીં પરંતુ છત્રસાલ સ્ટેડિયમ પાસે થયેલા સાગર ધનકડ હત્યાકાંડ સાથે પણ જોડાયેલું છે. જેના આરોપમાં રેસલર સુશીલકુમાર જેલમાં કેદ છે. સુશીલકુમારે આરોપ લગાવ્યો હતો કે કાલા જઠેડીએ તેને મારવાની ધમકી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube